આગ/ સુરતના મોટા ભાગળ વિસ્તારમાં ફટાકડાની દુકાનમાં લાગી ભીષણ આગ,ફાયરની ટીમ ઘટનાસ્થળે

દિવાળી નજીક આવતા ફટાકડાની દુકાનો હાલ સીઝનેબલ ખુલી રહી છે ત્યારે સુરતના મોટા ભાગળ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે

Top Stories Gujarat
8 18 સુરતના મોટા ભાગળ વિસ્તારમાં ફટાકડાની દુકાનમાં લાગી ભીષણ આગ,ફાયરની ટીમ ઘટનાસ્થળે
  • સુરતના મોટા ભાગળમાં ભીષણ આગની ઘટના
  • ફટાકડાની દુકાનમાં ભીષણ આગની ઘટના
  • ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરી
  • પાંચ ફાયરની ટીમે કરી બચાવ કામગીરી

સુરતમાંથી ભીષણ આગના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, દિવાળી નજીક આવતા ફટાકડાની દુકાનો હાલ સીઝનેબલ ખુલી રહી છે ત્યારે સુરતના મોટા ભાગળ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. આગએ વિકારાળ સ્વરૂપ લેતા ફાયર વિભાગની ટીમ પાંચ ફાયટર  સાથે ઘટનાસ્થળે પહોંચી છે. હાલ ફાયર વિભાગ બચાવ કામગીરી હાથ ધરીને આગ પર કાબૂ મેળવવા માટે  ભારે જહેમત હાથ ધરી છે. ફાયર વિભાગ હાલ યુદ્વના ધોરણે કામે લાગી ગયું છે, હાલ કેટલું નુકશાન થયું છે કે જાનહાનિ થઇ છે તેની કોઇ વિગત પ્રાપ્ત થઇ નથી.

ઉલ્લેખનીય છે કે સુરતના ભાગાળ વિસ્તારમાં ફટાકડાની દુકાનમાં આગ લાગવવાના સમાચાર સાંભળતા જ લોકોના ટોળેટોળા ઉમટી પજ્યા હતા અને હાલ આ વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ ગયો છે, પોલીસ પણ ઘટનાસ્થે પહોંચી છે. હાલ આગ ક્યા કારણસર લાગી છે તે જાણવા મળ્યું નથી.