Not Set/ વડોદરા/  વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો, સતત વરસાદને લઈ તંત્ર એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતભરમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં પણ  મેઘો મન મૂકીને વરસ્યો છે. ઉપરવાસમાં સતત વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 16 ફૂટ પર પહોંચી ગઈ છે. આજવા સરોવરની સપાટી વધીને 211.10 ફુટ થઈ છે. પાણીની સપાટી […]

Gujarat Vadodara
bca6d87dfcf74ecc84ae6e9e2c59bd96 વડોદરા/  વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો, સતત વરસાદને લઈ તંત્ર એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતભરમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં પણ  મેઘો મન મૂકીને વરસ્યો છે. ઉપરવાસમાં સતત વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 16 ફૂટ પર પહોંચી ગઈ છે.

આજવા સરોવરની સપાટી વધીને 211.10 ફુટ થઈ છે. પાણીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવાશે. વડસર, સયાજીગંજ, પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાશે.  તો વડોદરામાં સતત વરસાદને લઈ તંત્ર એલર્ટ પર આવી ગયું છે.

કલેક્ટર શાલિની અગ્રવાલે એક નિવેદનમાં જણાવ્યું કે, દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. કોઈ પણ અધિકારીને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપી છે. વાઘોડિયાના 10 અને ડભોઇના 5 ગામોને એલર્ટ કરાયા છે. હાલ કોઈ પણ ગામ સંપર્ક વિહોણું નથી. 

વડોદરામાં મેઘો અવિરત વરસી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના રાવપુરા, ખંડેરાવ માર્કેટ, ફતેગંજ, સયાજીગંજ, સલાટવાડા, નાગરવાડામાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.