Not Set/ ચીન સાથેના તણાવ વચ્ચે રાજનાથસિંહે કહ્યું, જો દુશ્મન દેશ હુમલો કરશે તો યોગ્ય જવાબ આપશે.

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક લાઇન ઓફ કંટ્રોલને લઇને ચીન સાથે સરહદ વિવાદ અંગે વધતા તણાવ વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શુક્રવારે કહ્યું કે જો દુશ્મન દેશ આપણા પર હુમલો કરશે તો અમે હંમેશની જેમ જ જવાબ આપીશું. સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ સશસ્ત્ર સૈન્યને સંબોધતા રાજનાથે કહ્યું કે, આપણે રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં જે પણ કરીએ છીએ, આપણે હંમેશાં આત્મરક્ષણ […]

India
0de1ffd8957f203515e960a23b6eb243 1 ચીન સાથેના તણાવ વચ્ચે રાજનાથસિંહે કહ્યું, જો દુશ્મન દેશ હુમલો કરશે તો યોગ્ય જવાબ આપશે.

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક લાઇન ઓફ કંટ્રોલને લઇને ચીન સાથે સરહદ વિવાદ અંગે વધતા તણાવ વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શુક્રવારે કહ્યું કે જો દુશ્મન દેશ આપણા પર હુમલો કરશે તો અમે હંમેશની જેમ જ જવાબ આપીશું. સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ સશસ્ત્ર સૈન્યને સંબોધતા રાજનાથે કહ્યું કે, આપણે રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં જે પણ કરીએ છીએ, આપણે હંમેશાં આત્મરક્ષણ માટે કરીએ છીએ, બીજા પર હુમલો કરવા નહીં.

તેમણે કહ્યું કે, “ભારત જમીનને નહીં પણ દિલ જીતવામાં માને છે; પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે કોઈને આપણા આત્મસન્માનને ઠેસ પહોંચાડવા દઇશું.”

રાજનાથસિંહે સશસ્ત્ર દળોને કહ્યું, “ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે ભારતે ક્યારેય કોઈ પર હુમલો કર્યો નથી અથવા બીજા કોઈ દેશની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો નથી.” તેમણે કહ્યું, હું તમને ખાતરી આપું છું કે સરકાર તમારી કામગીરીની આવશ્યકતા જાળવવા માટે તે બધું કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.