Not Set/ અમદાવાદના સુએજ ફાર્મ ડમ્પિંગ પર ફસાઈ 12 વર્ષની બાળકી, કલાકો બાદ પણ બાળકીની કોઈ ભાળ નહીં

રાજયના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં કચરા નિકાલ માટે સુએજ ફાર્મ ડમ્પિંગ સાઈટ ઉભી કરવામાં આવી છે અને ત્યાં શહેરનો લાખો ટન કચરો આવતો હોય છે, પરંતુ આ  ડમ્પિંગ સાઈટ પર અજીબ ઘટના બની છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ એક ગરીબ પરિવાર સુએજ ફાર્મ ડમ્પિંગ […]

Ahmedabad Gujarat
e5f61e17c670b474eca406a1da3dac72 અમદાવાદના સુએજ ફાર્મ ડમ્પિંગ પર ફસાઈ 12 વર્ષની બાળકી, કલાકો બાદ પણ બાળકીની કોઈ ભાળ નહીં
e5f61e17c670b474eca406a1da3dac72 અમદાવાદના સુએજ ફાર્મ ડમ્પિંગ પર ફસાઈ 12 વર્ષની બાળકી, કલાકો બાદ પણ બાળકીની કોઈ ભાળ નહીં

રાજયના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં કચરા નિકાલ માટે સુએજ ફાર્મ ડમ્પિંગ સાઈટ ઉભી કરવામાં આવી છે અને ત્યાં શહેરનો લાખો ટન કચરો આવતો હોય છે, પરંતુ આ  ડમ્પિંગ સાઈટ પર અજીબ ઘટના બની છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ એક ગરીબ પરિવાર સુએજ ફાર્મ ડમ્પિંગ સાઈટ પાસ કચરો વીણી રહ્યો હતો.પરિવારના ચાર સદસ્યો કચરોનું વીણવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન આ ડમ્પિંગ સાઈટ પર કચરો વીણી રહેલી બાળકી કચરામાં દબાઈ ગઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગની 7 ટીમ મોડી રાતથી બાળકીને શોધવાનું કામ કરી રહી છે, પરંતુ 10 કલાક બાદ પણ આ બાળકીને કચરાના ઢગલામાંથી બહાર કાઢી શકાયા નથી. 

મળતી માહિતી મુજબ, બળકીમાં પરિવારના ચાર સદસ્યો કચરોનું વીણવાનું કામ કરી રહ્યા હતા.  ત્યારે આ પરિવારની 12 વર્ષની બાળકી કચરામાં ફસાઈ ગઈ હતી.
રવિવારે સવાર 9 વાગ્યા સુધી પણ ફાયર વિભાગની ટીમને બાળકીને શોધવામાં સફળતા મળી નથી

બીજી બાજુ કચરામાં દબાયેલી 12 વર્ષની બાળકીની કોઈ જાણ ન થતા પરિવારમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે અને રોકકળ મચાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.