Vaccination/ આજે રાજ્યભરના વરિષ્ઠ નાગરિકોનું રસીકરણ : 60 વર્ષથી ઉપરના તમામને લાભ લેવા મુખ્યમંત્રીનો અનુરોધ

રાજ્યમાં કોરોના વેક્સિન વરિષ્ઠ નાગરિકો 60 વર્ષથી ઉપરની વય ના વડીલોને આજે  1 માર્ચ થી આપવાનો પ્રારંભ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ગુજરાતના 60 લાખ જેટલા સૌ વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લઈને કોરોના

Top Stories
cm rupani corona આજે રાજ્યભરના વરિષ્ઠ નાગરિકોનું રસીકરણ : 60 વર્ષથી ઉપરના તમામને લાભ લેવા મુખ્યમંત્રીનો અનુરોધ

રાજ્યમાં કોરોના વેક્સિન વરિષ્ઠ નાગરિકો 60 વર્ષથી ઉપરની વય ના વડીલોને આજે  1 માર્ચ થી આપવાનો પ્રારંભ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ગુજરાતના 60 લાખ જેટલા સૌ વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લઈને કોરોના સામેની આપણી લડાઈના આ નિર્ણાયક અંતિમ તબક્કામાં પોતાનું યોગદાન અવશ્ય આપવા અપિલ કરી છે.મુખ્યમંત્રી એ રાજ્યના નાગરિકોને પણ હાર્દ ભરી અપિલ કરી છે કે પોતાના ઘર પરિવાર અને આસપાસ ના આવા વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે તેઓ પ્રેરિત કરે અને કોરોના મુક્ત ગુજરાતના નિર્માણ માં યોગદાન આપે.

Indian Railway / રેલવેના મુસાફરો માટે આનંદના સમાચાર, ટ્રેનોમાં મળશે વાઇ-ફાઇની સુવિધા

મુખ્યમંત્રી એ આ અપિલ કરતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકારે સૌના આરોગ્ય ની ચિંતા કરીને કોરોના સામે શરુઆત થી જ લોકસહ્યોગ અને આરોગ્ય કર્મીઓની કર્તવ્યનિષ્ઠા થી કોરોનાનો વ્યાપ વધતો અટકાવવામાં સફળતા મેળવી છે. હવે જ્યારે કોરોના સામે રસીકરણ અભિયાન પણ દેશભરમાં શરુ થયું છે ત્યારે ગુજરાતના સૌ વરિષ્ઠ નાગરિકો ના સહકારથી આપણું રાજ્ય એમાં પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે.આ ઉપરાંત વિજય ભાઈ રૂપાણીએ કહ્યું છે કે રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાનની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી લીધી છે રાજ્યભરની 2195 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536જેટલા ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના રસીના ડોઝ આપવામાં આવશે આ હેતુસર તાલીમ બદ્ધ ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિત અંદાજે 30 હજાર જેટલા માનવ બળની સેવાઓ ઉપલબ્ધ બનવાની છે.

Corona effect / મહારાષ્ટ્રમાં કોરોનાનો કાળો કહેર, સતત ચોથા દિવસે સંક્રમિતોની સંખ્યા 8 હજારને પાર,આ શહેરમાં પણ લોકડાઉન

તેમણે એમ પણ જણાવ્યું છે કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઈ આડ અસર પણ નથી જ.મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ 60 વર્ષથી વધુની વય ના હરેક વડીલ આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોના થી સુરક્ષિત બનાવે તેવો અનુરોધ પણ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાત કોરોના સામેના જંગમાં સઘન આરોગ્ય સારવાર સુવિધાઓ ધન્વન્તરિ રથ, 104 હેલ્પ લાઇન, વ્યાપક સરવેલન્સ સહિત ના અનેક પરિણામ કારી પગલાંઓ અને ઉપાયોથી દેશનું માર્ગદર્શક બન્યું છે. મુખ્યમંત્રી એ આ સંદર્ભમાં ઉમેર્યું કે હવે સૌ વરિષ્ઠ વડીલો અવશ્ય પણે રસી ના ડોઝ લઈને હારશે કોરોના જીતશે ગુજરાત ના મંત્ર ને સાકાર કરી કોરોના સામેની લડાઈ ના આ અંતિમ તબક્કા માં વિજય મેળવે.

Covid-19 / વધતા કોરોનાનાં કેસ પર તમિલનાડુ સરકારનું કડક વલણ, આ તારીખ સુધી વધાર્યુ Lockdown

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…