કેવડિયા/ ગોરા ગામના નર્મદા કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ,

17 સપ્ટેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે કેવડિયા માં નર્મદા મૈયાની મહા આરતી થાય એવી શક્યતા હરિદ્વાર અને વરાણાસીમાં થતી આરતીઓ જેવી આરતી નર્મદા ઘાટે રોજ થશે.

Top Stories Gujarat Others
નર્મદાની ભવ્ય મહાઆરતી

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ અને ભક્તો માટે આનંદના સમાચાર એ છે અત્યાર સુધી ગંગા આરતી માટે ભક્તોને હરિદ્વાર જવુ પડતું હતું પણ હવે ભક્તોને હરિદ્વાર જવાની જરૂર નથી કારણ કે ગુજરાતના નર્મદા કાંઠે ગોરા ગામે ૧૫ કરોડના ખર્ચે નર્મદા ઘાટ બની ગયો છે. જ્યાં દરરોજ સાંજે મા નર્મદાની ભવ્ય મહાઆરતી થશે. જેનું ઉદ્ઘાટન અને સૌ પ્રથમ નર્મદા આરતી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થશે. હાલ નર્મદા ઘાટનું કામ પૂર્ણતાને આરે છે. અહીં 11 બ્રાહ્મણો અને સંગીતકારોની હાજરીમાં ત્રણથી ચાર વખત નર્મદા આરતીનો ડેમો કરવામાં આવ્યો છે.

17 સપ્ટેમ્બરના પ્રધાનમંત્રીનાં જન્મ દિવસે નરેન્દ્ર મોદીના હસ્તે થાય એવા અહેવાલ મળ્યાછે. નર્મદાના કેવડિયા નજીક ગોરા ગામના નર્મદા કિનારે 15 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરાયું છે. આ નર્મદા ઘાટ પર 17 મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા આરતીનો પ્રારંભ કરશે. હરિદ્વાર અને વારાણસીમાં થતી આરતીઓ જેવી આરતી નર્મદા ઘાટે રોજ થશે. આ આરતી કેવી રીતે થાય છે તે જોવા કેવડિયાના અધિકારીઓ વારાણસી જઈને આવ્યા છે અને હવે ડેમો આરતી કરી નર્મદા મૈયાની આરતી માટે હાલ તંત્ર એકદમ સજ્જ બન્યું છે.

રોબોટ 12 ગોરા ગામના નર્મદા કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ,
નર્મદાની ભવ્ય મહાઆરતી

ગંગા સ્નાને, યમુના પાને એટલે ગંગામા સ્નાન કરવાથી પવિત્ર થવાય છે. જયારે એક માત્ર નર્મદા નદી એવી છે કે જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી મા નર્મદા નર્મદા જિલ્લામા પણ ખળખળ વહી રહી છે. નર્મદા જિલ્લામાં આવેલી નર્મદા નદીને કિનારે પંચકોશી પરિક્રમાનું વિશેષ મહત્વ છે. નર્મદા જયંતીએ અહીં નર્મદા પૂજનના અનેક કાર્યક્રમો થાય છે. ત્યારે હવે કેવડીયા કોલોની નજીક ગોરા ગામ ખાતે ૧૫ કરોડના ખર્ચે નર્મદા ઘાટ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે જે હવે લગભગ પૂર્ણતાને આરે છે.

નર્મદા કાંઠે 15 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું કામકાજ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ ઘાટ 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો બન્યો છે. ખાસ મહત્વની બાબત એ છે કે નર્મદા ઘાટ બની ગયા પછી આ ઘાટ પર સૌપ્રથમ નર્મદા આરતી આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી કરવાના છે. ત્યાર પછી સ્ટેચ્યુના પ્રવાસીઓ અને ભક્તોને પણ નર્મદા આરતીનો લાભ મળશે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સપ્ટેમ્બરમાં નર્મદા આરતી કરવા આવે એવી શક્યતા છે.

રોબોટ 13 ગોરા ગામના નર્મદા કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ,

આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી જન સંપર્ક અધિકારી રાહુલ પટેલે વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે નર્મદાની મહાઆરતી હવે નર્મદામાં પણ કરવામાં આવશે જે રીતે હરિદ્વારમાં હરકીપૌડીની જેમ ગંગા ઘાટ છે તેવો નર્મદા ઘાટ બનાવાયો છે. જ્યાં હવે ભક્તો બેસી નર્મદા સ્નાન કરી શકે જે ઘાટ એકદમ સુરક્ષિત બનાવવામાં આવશે. અહીં પણ રોજ સાંજે નર્મદા આરતી પણ કરવામાં આવશે. આમ રોજ સાંજે નર્મદા આરતીનો લ્હાવો ભક્તોને મળશે. જે માટે સુંદર નર્મદા ઘાટ હાલ તૈયાર થઇ રહ્યો છે. જેનું લગભગ 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઘાટ ટૂંક સમયમાં જ પૂર્ણ કરી દેવામાં આવશે.

સપ્ટેમ્બરમાં હેવી ફ્લડ આવે ત્યારે ડેમ ફરી છલોછલ ભરાઈ જાય અને નર્મદાના વધામણાં સાથે ખળખળ વહેતી નર્મદાની મહાઆરતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે એવી શક્યતાને લઈને હાલ યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. અહીં ગોરા ખાતે નર્મદા ઘાટ પર નર્મદા આરતી થશે. આમ નર્મદા ઘાટ શરૂ થયા પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ અને ગુજરાતભરના ભક્તો આ નર્મદા આરતીનો લાભ લઈ શકશે.

આ અંગે ગોરા સુરપાણેશ્વર મહાદેવ મંદીરના ટ્રસ્ટી રવિશંકર ત્રિવેદીએ જણાવ્યું હતું કે આરતી ગાવા વગાડવા અને ડેમો આરતી કરવા માટે કાશી અને સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓને બોલાવવામા આવ્યા છે અને એમની હાજરીમા ત્રણથી ચાર વખત નર્મદા આરતીનો ડેમો કરવામાં આવ્યો છે. એ માટે સંગીતકારો પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં અહીં મંદિરના નીચે નર્મદા ઘાટ પર મા નર્મદાની મહા આરતી કરવામાં આવશે. અહીં રોજ 11 બ્રાહ્મણો સંધ્યા આરતી કરશે જેનો લાભ રોજે રોજ ગુજરાત અને દેશભરમાંથી આવનાર ભક્તો સંધ્યા આરતીનો લાભ લઈ શકશે. ભક્તો સીધા મંદીરના દર્શનનો પણ લાભ લઈ શકે એ માટે હાલ ગોરા શુલ્પાનેશ્વર મહાદેવ મંદીરના પગથિયાંથી નીચે સુધી જવાનો રસ્તો પણ યુદ્ધના ધોરણે તૈયાર થઈ રહી છે.