Cricket/ રિંકી પોન્ટિંગથી આગળ જવાની વિરાટને મળી તક, શું ઈંગ્લેન્ડ વિરુદ્ધ તોડી શકશે તેનો મહાન રેકોર્ડ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ 4 માર્ચથી રમાવાની છે.

Sports
Mantavya 17 રિંકી પોન્ટિંગથી આગળ જવાની વિરાટને મળી તક, શું ઈંગ્લેન્ડ વિરુદ્ધ તોડી શકશે તેનો મહાન રેકોર્ડ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ 4 માર્ચથી રમાવાની છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી પાસે રિકી પોન્ટિંગનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની તક હશે. પોન્ટિંગ અને વિરાટ બંને કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટ્સને જોડીને સૌથી વધુ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. વિરાટ અને પોન્ટિંગ બંનેએ ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટને જોડીને કેપ્ટન તરીકે કુલ 41 સદી ફટકારી છે. પોન્ટિંગ અને વિરાટ બંનેની પાસે એકપણ ટી-20 આંતરરાષ્ટ્રીય સદી નોંધાયાલી નથી.

Cricket / એકવાર ફરી સચિન-સેહવાગ કરી શકે છે ઈનિંગની શરૂઆત, જાણો કેવી રીતે?

ચાહકો પણ આતુરતાથી વિરાટ કોહલીની સદીની રાહ જોઈ રહ્યા છે. વિરાટે નવેમ્બર 2019 માં તેની છેલ્લી ટેસ્ટ સદી ફટકારી હતી, ત્યારથી તે 11 ઇનિંગ્સ રમ્યો છે, પરંતુ સદી ફટકારી શક્યો નથી. તેણે ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝમાં બે અડધી સદી ફટકારી છે, પરંતુ એક પણ સ્કોરને સદીમાં ફેરવી શક્યો નથી. શ્રેણીની પહેલી ટેસ્ટમાં વિરાટે બીજી ઇનિંગમાં 72 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં તેણે 62 રન બનાવ્યા હતા.

Cricket / હાર્દિક પંડ્યા બન્યો સ્પાઈડર મેન, જુઓ કેવી કરી રહ્યો છે તૈયારી

કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટ્સને જોડીને સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રિકી પોન્ટિંગનાં નામે છે. પોન્ટિંગે 2002 થી 2012 સુધીમાં 324 આંતરરાષ્ટ્રીય મેચોમાં 45.54 ની એવરેજથી કુલ 15,440 રન બનાવ્યા છે, જેમાં 41 સદી અને 88 અડધી સદી નોંધાઈ છે. આ મામલે દક્ષિણ આફ્રિકાનાં ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ બીજા ક્રમે છે, તેણે 2003 થી 2014 સુધીમાં 286 મેચોમાં 43.12 ની એવરેજથી કુલ 14,878 રન બનાવ્યા છે. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર વિરાટ કોહલી છે. જો કે વિરાટ આ બંને કરતા ઘણી ઓછી મેચ રમ્યો છે.

Wrestling / કોરોના બાદ વિનેશ ફોગાટે કરી શાનદાર વાપસી, પહેલી જ ટૂર્નામેન્ટમાં જીત્યો ગોલ્ડ

કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ 2013 થી 2021 દરમિયાન કુલ 191 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, આ દરમિયાન તેણે 62.41 ની જબરદસ્ત સરેરાશથી કુલ 11,983 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં વિરાટને કેપ્ટન તરીકે 12,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરવાની તક પણ હશે. વિરાટ આ આંકડાથી માત્ર 17 રન દૂર છે. જો વિરાટ આવું કરે, તો તે ભારત તરફથી કેપ્ટન તરીકે 12,000 રનનો આંકડે પહોંચનાર પ્રથમ ખેલાડી હશે. મહેન્દ્રસિંહ ધોનીએ 332 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 11,207 રન બનાવ્યા હતા અને તે આ યાદીમાં વિરાટ પછી બીજા નંબર પર છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ