Not Set/ SL v/s SA : શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકાને ૧૯૯ રને હરાવી ૨-૦થી કર્યો વ્હાઇટવોશ

કોલંબો, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલંબોમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમે શાનદાર વિજય હાંસલ કર્યો છે. બીજી ટેસ્ટ મેચમાં પણ શ્રીલંકાની ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને ૪૯૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ મહેમાન ટીમ માત્ર ૨૯૦ રણમાં સમેટાઈ ગઈ હતી અને ૧૯૯ રને પરાજય થયો હતો. આ સાથે જ શ્રીલંકાની ટીમે દક્ષિણ આફ્રિકા અપર […]

Trending Sports
SL v/s SA : શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકાને ૧૯૯ રને હરાવી ૨-૦થી કર્યો વ્હાઇટવોશ

કોલંબો,

શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલંબોમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમે શાનદાર વિજય હાંસલ કર્યો છે. બીજી ટેસ્ટ મેચમાં પણ શ્રીલંકાની ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને ૪૯૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ મહેમાન ટીમ માત્ર ૨૯૦ રણમાં સમેટાઈ ગઈ હતી અને ૧૯૯ રને પરાજય થયો હતો.

આ સાથે જ શ્રીલંકાની ટીમે દક્ષિણ આફ્રિકા અપર ૨-૦થી વ્હાઇટવોશ કર્યો છે. આ પહેલા પ્રથમ મેચમાં પણ આફ્રિકાની ટીમે ૨૭૮ રનથી જીતી લીધી છે.

શ્રીલંકા દ્વારા આપવામાં આવેલા ૪૯૦ રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાની પૂરી ટીમ માત્ર ૨૯૦ રણમાં જ સમેટાઈ ગઈ હતી. આફ્રિકા તરફથી ડિ બ્રુમે ૧૦૧ રન જયારે બાવુંમાએ ૬૩ રન બનાવ્યા હતા. જો કે આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યા ન હતા.

ચોથી ઇનિંગ્સમાં શ્રીલંકા તરફથી સ્પિન બોલર રંગના હેરાથે ૯૮ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી જયારે દિલરુવાન પરેરા અને ધનંજયે ૨-૨ વિકેટ ઝડપી હતી.

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ૩૩૮ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ શ્રીલંકા તરફથી ત્રણ બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી જયારે આફ્રિકન સ્પિનર કેશવ મહારાજે ૯ વિકેટ ઝડપી હતી.

જો કે ત્યારબાદ મહેમાન ટીમ પોતાની પ્રથમ ઇનિંગ્સમાં માત્ર ૧૨૪ રનના સ્કોર જ તંબુભેગી થઇ હતી. આફ્રિકા તરફથી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે સૌથી વધુ ૪૮ રન બનાવ્યા હતા. જયારે દિલરુવાન પરેરાએ ૪ વિકેટ અને ધનંજયે ૫ વિકેટ ઝડપી હતી.

શ્રીલંકાને પ્રથમ ઇનિંગ્સમાં ૨૧૪ રનની લીડ મળ્યા બાદ બીજા દાવમાં ૫ વિકેટના નુકશાને ૨૭૫ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો અને મહેમાન ટીમને ૪૯૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

જો કે શ્રીલંકા દ્વારા આપવામાં આવેલા ૪૯૦ રનના ટાર્ગેટ સામે આફ્રિકાની પૂરી ટીમ માત્ર ૨૯૦ રનના સ્કોરે સમેટાઈ ગઈ હતી અને યજમાન ટીમે ૧૯૯ રનથી વિજય મેળવ્યો હતો.