Cricket/ ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા જ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 લીક

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન KL રાહુલે આ સિરીઝની શરૂઆત પહેલા પ્રેસ કોન્ફરન્સ…

Top Stories Sports
Team India Playing 11

Team India Playing 11: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન KL રાહુલે આ સિરીઝની શરૂઆત પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી અને ટીમના પ્લેઈંગ 11 વિશે મોટું નિવેદન આપ્યું હતું. KL રાહુલે જણાવ્યું કે ટીમ ઈન્ડિયા કયા સંયોજન સાથે પ્રથમ મેચમાં મેદાનમાં ઉતરી શકે છે.

KL રાહુલ અને શુભમન ગિલ હાલમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરવાના મોટા દાવેદાર છે. આવી સ્થિતિમાં જ્યારે KL રાહુલને બેટિંગ ઓર્ડર અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું, ‘જુઓ, જો ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે હું મિડલ ઓર્ડરમાં બેટિંગ કરું તો મને કોઈ સમસ્યા નથી, હું આમ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છું.’ KL રાહુલના આ જવાબથી ક્યાંક ને ક્યાંક એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં નવી ઓપનિંગ જોડી સાથે પણ મેદાનમાં ઉતરી શકે છે. ભારતીય પીચો હંમેશા સ્પિનરો માટે ઘણી મદદગાર રહી છે. એવું માનવામાં આવે છે કે વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પીચ પણ સ્પિનરોને ઘણી મદદ કરશે.

KL રાહુલે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન વિશે વાત કરતા જણાવ્યું કે, હાલ અમે હજુ નક્કી નથી કર્યું કે પ્લેઈંગ ઈલેવન કેવી હશે. હજુ કેટલીક જગ્યાઓ ભરવાની બાકી છે. નાગપુર ટેસ્ટમાં ત્રણ સ્પિનરો સાથે જવાનો કોઈ પણ પ્રકારનો લોભ નથી. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાની ટીમમાં પ્રથમ બે મેચ માટે આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાને સ્પિનર્સ તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયા સામે બે ટેસ્ટ માટે ટીમ

રોહિત શર્મા (C), કેએલ રાહુલ (VC), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએસ ભરત (WC), ઈશાન કિશન (WC), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

આ પણ વાંચો: રાજસ્થાન/સાઉદી અરેબિયાથી આવી રહેલી ફ્લાઈટનું જોધપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ, હજારો ફૂટની ઊંચાઈ પર મહિલાનું મોત