Ahmedabad/ અમદાવાદમાં પોલીસે ખાખી વર્ધી પર લગાવ્યું લાંછન, કર્યું એવું પછી મામલો બિચક્યો

નરોડાથી કુબેરનગર ટર્નીગ પર એરપોર્ટ અને કુબેરનગર રોડ પરની છે. આ સમયે પોલીસ લાયસન્સ-પીયુસી, વીમા પોલીસીના નામે ખોટી રીતે સ્થાનિકોને હેરાન કરી રહી હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો.

Ahmedabad Gujarat

પોલીસમાં ફરજ બજાવતા જવાનો કેટલીવાર એવી હરકતો કરતા હોય છે કે, જેના કારણે સમગ્ર પોલીસ બેડું શરમમાં મુકાતું હોય છે અને જેનાથી ખાખી વર્ધી પર પણ લાંછન લાગતું હોય છે.આ પ્રકારનો એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જ્યાં એક યુવકને લાઈસન્સ બાબતે દારૂ પીધેલી હાલતમાં ચાર પોલીસ જવાને માર માર્યો હતો, જેમાં સ્થાનિક લોકો અને પોલીસ આમનેસામને આવી ગયા હતા.

મળતી માહિતી મુજબ, આ ઘટના શહેરના નરોડાથી કુબેરનગર ટર્નીગ પર એરપોર્ટ અને કુબેરનગર રોડ પરની છે. આ સમયે પોલીસ લાયસન્સ-પીયુસી, વીમા પોલીસીના નામે ખોટી રીતે સ્થાનિકોને હેરાન કરી રહી હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો.

આ પણ વાંચો : ગરમીનો પારો વધતા સુરતના આ વિસ્તારમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

બીજી બાજુ આ મામલો વધુ બીચકતા સ્થાનિક ધારાસભ્ય બલરામ થાવાણી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે પણ આક્ષેપ કર્યો હતો કે, ચાર પોલીસવાળા હતા જે દારૂ પીધેલી હાલતમાં હતા. જો કે, પીધેલી પોલીસને પોલીસે બચાવી લીધી હતી અને પીધેલા પોલીસવાળાને ગાડીમાં બેસાડી દરવાજો બંધ કરી દીધો હતો. જેથી લોકોએ હોબાળો મચાવી વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો.

બીજી બાજુ આ મોટી ઘટનાની જાણ એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈને થતા તે પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને સંપૂર્ણ પણે તપાસ કરી જે દોષી હશે તેની સામે કાર્યવાહી થશે તેવી રજુઆત કરીને મામલો થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો :જૂનાગઢમાં 7 માર્ચે યોજાવનાર મહાશિવરાત્રીનો મેળો કરાયો રદ