Gandhinagar News/ ગુજરાતની સરકારી શાળાએ વધાર્યું ગૌરવ, ઇન્ડિયન ગ્રીન સ્કૂલ એવોર્ડ હાંસલ કર્યો

ગ્રીન સ્કૂલ એવોર્ડ-2025 મેળવી સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે. દહેગામ તાલુકાની જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળાએ રજૂ કર્યું છે.

Gandhinagar Top Stories Gujarat Breaking News
ગ્રીન સ્કૂલ એવોર્ડ મેળવી ગાંધીનગરની પ્રાથમિક શાળાએ મેળવ્યો |MANTAVYA NEWS

Gandhinagar News: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગાંધીનગર જિલ્લાની જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણના જતનની સાથે શિક્ષણ ક્ષેત્રે માત્ર જિલ્લાનું જ નહિ પણ સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા રાષ્ટ્રીય સ્તરે મુંબઈ ખાતે આયોજિત ‘ગ્રીન યોર સ્કૂલ પોગ્રામ’ હેઠળ ગાંધીનગરની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય કક્ષાનો ‘ગ્રીન સ્કૂલ એવોર્ડ-2025 ’ અપાયો છે.

ગ્રીન સ્કૂલ એવોર્ડ મેળવી ગાંધીનગરની પ્રાથમિક શાળાએ મેળવ્યો |MANTAVYA NEWS

ગ્રીન સ્કૂલ એવોર્ડ મેળવી ગાંધીનગરની પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળાએ રજૂ કર્યું છે. આ શાળાએ રાષ્ટ્રીય સ્તરે યોજાયેલ ‘ગ્રીન યોર સ્કૂલ પ્રોગ્રામ’ હેઠળ ગ્રીન સ્કૂલ એવોર્ડ-2025 મેળવી સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

મુંબઈમાં યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમમાં સન્માન

ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા કેન્દ્ર સરકારના ન્યુ એન્ડ રીન્યુબલ એનર્જી મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, વર્લ્ડ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તથા કોન્ફીડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના સહયોગથી નવેમ્બર 2025માં મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ‘ગ્રીન યોર સ્કૂલ પ્રોગ્રામ’માં દેશભરની શાળાઓમાંથી પસંદગી કરવામાં આવી હતી.

ગ્રીન સ્કૂલ એવોર્ડ મેળવી ગાંધીનગરની પ્રાથમિક શાળાએ મેળવ્યો |MANTAVYA NEWS

દેશભરમાંથી 720 શાળાઓ વચ્ચે સ્પર્ધા

આ વર્ષે સમગ્ર ભારતમાંથી કુલ 720 શાળાઓએ ગ્રીન યોર સ્કૂલ પ્રોગ્રામ માટે નોંધણી કરાવી હતી. જેમાંથી ગુજરાત, અરુણાચલ પ્રદેશ અને પાંડેચેરીની ત્રણ શાળાઓને પ્રથમ ત્રણ સ્થાનો માટે પસંદ કરવામાં આવી. આ ત્રણ શાળાઓએ 26 નવેમ્બર, 2025ના રોજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન, મુંબઈ ખાતે જ્યુરી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

 

ગ્રીન સ્કૂલ એવોર્ડ મેળવી ગાંધીનગરની પ્રાથમિક શાળાએ મેળવ્યો |MANTAVYA NEWS

 

વિદ્યાર્થીઓએ આપ્યું પ્રભાવશાળી પ્રેઝન્ટેશન

જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મીત ઠાકોર, યામી ઠાકોર અને જીગ્નેશ ઝાલાએ શાળાના આચાર્ય બિપીન ગોસ્વામી તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા 11 ગ્રીન આઇડિયાઝ અને પ્રોજેક્ટ અંગે જ્યુરી સમક્ષ પ્રભાવશાળી પ્રેઝન્ટેશન આપ્યું હતું. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને પર્યાવરણ પ્રત્યેની સમજણ જ્યુરીને ખાસ પ્રભાવિત કરી.

ગ્રીન સ્કૂલ એવોર્ડ મેળવી ગાંધીનગરની પ્રાથમિક શાળાએ મેળવ્યો |MANTAVYA NEWS

11 નવીન ગ્રીન આઇડિયાઝથી મળી રાષ્ટ્રીય ઓળખ

આ શાળાએ ગ્રીન સ્કૂલ એવોર્ડ માટે કુલ 11 અનોખા અને નવીન વિચારો રજૂ કર્યા હતા. જેમાં હોમમેડ જીવામૃત, પેપર રિસાયકલિંગ, મૂડ પેઇન્ટિંગ, અર્થન પોટ એસી, પોર્ટેબલ બાયોગેસ પ્લાન્ટ, પ્લાસ્ટિક ફ્રી સ્કૂલ, સ્માર્ટ એનર્જી ઓડિટ, ગ્રે વોટર સિસ્ટમ, સોલર વોટર પંપ, નેકી કી દીવાલ અને રેડ બુક ડેટા જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોજેક્ટોનું આગામી સમયમાં શાળામાં અમલીકરણ થવાનું છે.

 

1200થી વધુ વૃક્ષો અને હરિયાળું પરિસર

આ શાળાની સૌથી મોટી વિશેષતા એ છે કે શાળાના પરિસરમાં અંદાજે 1,200થી વધુ વૃક્ષો છે. ઊર્જા બચત, પાણી વ્યવસ્થાપન અને વેસ્ટ મેનેજમેન્ટ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ‘ફ્રી સ્કૂલ, પ્લાસ્ટિક ફ્રી વિલેજ’ના સંકલ્પ સાથે શાળા સમગ્ર વિસ્તારમાં પ્રેરણારૂપ બની છે.

 

સર્જનાત્મક પ્રવૃત્તિઓથી પર્યાવરણ સંદેશ

શાળામાં બાળકો ચોકલેટની જગ્યાએ નાનો છોડ ભેટ આપે છે અને જ્યાં સુધી તેઓ ભણે છે ત્યાં સુધી તેનું જતન પણ કરે છે. વેસ્ટ વસ્તુઓમાંથી ફાઈટર પ્લેન, સેટેલાઈટ, પવનચક્કી, પૃથ્વીનો ગોળો, હાઈડ્રોપોનિક સિસ્ટમ જેવા મોડેલ તૈયાર કરીને બાળકો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપી રહ્યા છે. સાથે જ બટરફલાય ગાર્ડન અને કિચન ગાર્ડન જેવી પ્રવૃત્તિઓ પણ ચલાવવામાં આવી રહી છે.

ગ્રીન સ્કૂલ એવોર્ડ મેળવી ગાંધીનગરની પ્રાથમિક શાળાએ મેળવ્યો |MANTAVYA NEWS

રાજ્ય માટે ગૌરવની ક્ષણ

જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને મળેલો ગ્રીન સ્કૂલ એવોર્ડ-2025 માત્ર એક શાળાની સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. શિક્ષણ સાથે પર્યાવરણ સંરક્ષણનું સંયોજન કેવી રીતે શક્ય બને તેનું આ શાળા ઉત્તમ ઉદાહરણ બની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મેડિકલ સર્વિસીસ ભરતી માટે અલગ MSRB બોર્ડ, સરકાર જાહેર સેવા ભરતીને સરળ અને પારદર્શક બનાવશે

આ પણ વાંચો:ગુજરાત પોલીસની ભરતી અંગે સૌથી મોટા સમાચાર, આ દિવસે લેવાશે શારીરિક પરીક્ષા

આ પણ વાંચો:અમદાવાદ મનપામાં ઇજનેર વિભાગમાં કરાશે ભરતી, ટેકનીકલ સુપરવાઇઝરની 396 જગ્યા ભરાશે