Not Set/ દિલ્હી-એનસીઆર સહિત પાંચ રાજ્યોમાં ભૂકંપના આંચકાં, ૬.૨ ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી, આંધી અને વરસાદની વચ્ચે દિલ્હી-એનસીઆર સહીત પાંચ રાજ્યોમાં ભૂકંપના આંચકાં અનુભવવામાં આવ્યા છે. રિક્ટર સ્કેલ ઉપર આ ભૂકંપની તીવ્રતા ૬.૨ની નોંધાઈ છે. જો કે હાલમાં આ આંચકાઓના કારણે કોઈ પણ પ્રકારના જાનમાલના નુકશાનની કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજધાની દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપના આંચકાં […]

Top Stories India
20180325152115 131 દિલ્હી-એનસીઆર સહિત પાંચ રાજ્યોમાં ભૂકંપના આંચકાં, ૬.૨ ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી,

આંધી અને વરસાદની વચ્ચે દિલ્હી-એનસીઆર સહીત પાંચ રાજ્યોમાં ભૂકંપના આંચકાં અનુભવવામાં આવ્યા છે. રિક્ટર સ્કેલ ઉપર આ ભૂકંપની તીવ્રતા ૬.૨ની નોંધાઈ છે. જો કે હાલમાં આ આંચકાઓના કારણે કોઈ પણ પ્રકારના જાનમાલના નુકશાનની કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજધાની દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપના આંચકાં અનુભવવામાં આવ્યા છે. આ ઉપરાંત પાડોશી દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ તેની અસર જોવા મળી છે.

અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનની સરહદ ઉપર ભૂકંપનું કેન્દ્ર બિંદુ (એપીસેન્ટર) હોવાનું કહેવાય રહ્યું છે. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા ૬.૨ની નોંધવામાં આવી છે.

દેશના જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકાં અનુભવવામાં આવ્યા છે. જો કે, હજુ સુધીમાં આ આંચકાઓના કારણે કોઈ પણ પ્રકારના જાનમાલના નુકશાનની ખબર મળી નથી.

આ અગાઉ ગત વર્ષે બીજી જૂનના રોજ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકાં અનુભવવામાં આવ્યા હતા. તે સમયે રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 5 (પાંચ)ની નોંધવામાં આવી હતી. ચિંતાજનક બાબત એ છે કે તે સમયે હરિયાણાના રોહતકમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ (એપીસેન્ટર) હતું. ભૂકંપના આંચકાના કારણે લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.

મોટો ભૂકંપનો ખતરો દિલ્હી ખમી શકશે નહિ

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી-એનસીઆર વિસ્તારની સૌથી મોટી સમસ્યા વસ્તી વધારાની છે. આશરે બે કરોડની વસ્તી ધરાવતી રાજધાની દિલ્હીમાં લાખો ઈમારતો દાયકાઓ જૂની છે અને તમામ મહોલ્લાઓ એક બીજાની સાથે જોડાયેલા રહ્યા છે. આવામાં મોટા ભૂકંપ આવવાની સ્થિતિમાં જાનમાલણે ભારે નુકશાન પહોંચી શકે તેવી સંભાવના પણ વ્યક્ત થઇ રહી છે. આમ પણ દિલ્હીથી થોડે દૂર આવેલા પાનીપત વિસ્તારની નજીક ભૂ-ગર્ભમાં ફોલ્ટલાઈન મોજૂદ છે જેના કારણે ભૂકંપની આશંકાનો ઇનકાર કરી શકાય તેમ નથી.

ખતરનાક છે દિલ્હીની ૬૦ થી ૭૦ ટકા ઈમારતો

વિશેષજ્ઞનું એવું પણ માનવું છે કે દિલ્હીમાં ભૂકંપની સાથોસાથ નબળી ઈમારતોથી પણ ખતરો છે. એક અનુમાન મુજબ, દિલ્હીની ૭૦ થી ૮૦ ટકા ઈમારતો ભૂકંપના મોટા આંચકાં ખામી શકે તેવા હેતુથી બનાવાઈ નથી, જેના કારણે આવી ઈમારતો પણ ભારે ભયજનક છે.