Accident/ વડોદરા નેશનલ હાઇવે પર લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટનાસ્થળે મોત,19 લોકો ઇજાગ્રસ્ત

વડોદરાના કપૂરાઈ બ્રિજ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદથી સુરત જતી લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ટક્કર થઈ હતી

Top Stories Gujarat
21 3 વડોદરા નેશનલ હાઇવે પર લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટનાસ્થળે મોત,19 લોકો ઇજાગ્રસ્ત

  • વડોદરામાં અકસ્માતમાં ચાર લોકોનાં મોત
  • ડ્રાઈવર અને ત્રણ યાત્રીનાં મોત
  • ટ્રક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત
  • અકસ્માતમાં 19 મુસાફરો ઘાયલ
  • તમામને SSG હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા
  • અમદાવાદથી સુરત જતી હતી ખાનગી લકઝરી બસ
  • માર્ગ પર ઉભેલા ટ્રક પાછળ બસ ટકરાતા બની ઘટના

વડોદરાના કપૂરાઈ બ્રિજ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદથી સુરત જતી લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્થળ પર જ 4 યાત્રીઓના મોત નિપજ્યા હતા, જ્યારે 19 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તમામ ઘાયલોને S હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર  અમદાવાદથી વડોદરા જઈ રહેલી લક્ઝરી બસ નેશનલ હાઈવે પર ઓવરટેક કરતા સમયે ઘઉં ભરેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. ટ્રેલરને ઓવરટેક કરતા સમયે જ લક્ઝરી બસ તેમાં ઘુસી ગઈ હતી. જેમાં લક્ઝરીના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અકસ્માત બાદ હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. 4 જેટલા લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે 15થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થલે પહોંચી ગયો હતો.