મહીસાગર/ બાકકોરના સુંદરવનમાં દારૂબંધીના ઉડ્યા લીરેલીરા, ભાજપ નેતાઓની પાર્ટી હોવાની ચર્ચા

બાકોર પાસે આવેલા એક ફાર્મ હાઉસમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ દારૂની પાર્ટી યોજી હતી. જેમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો દારૂના નશામાં ઝૂમ્યા હતા.

Gujarat Others
દારૂ પાર્ટી
  • મહીસાગર: દારૂની મહેફીલનો વીડિયો વાયરલ
  • ભાજપ નેતાઓની દારૂ પાર્ટી હોવાની ચર્ચા
  • ભાજપના નેતા અને કાર્યકરોએ યોજી દારૂની પાર્ટી
  • નેતા-કાર્યકરો દારૂના નશામાં ડીજેના તાલે ઝુમ્યા

સોશિયલ મીડિયામાં ફરી એક વખત દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.મહીસાગરના બાકકોરમાં આવેલા સુંદરવનમાં ભાજપના કાર્યકરો દારૂની મહેફિલ માણતા હોવાનું કહેવાઈ રહ્યું છે. બાકોર પાસે આવેલા એક ફાર્મ હાઉસમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ દારૂ પાર્ટી યોજી હતી. ત્યારે જો આ ચર્ચા સાચી હોય તો તંત્ર સામે નેક સવાલો ઊઠે છે.સાથે શિસ્તમાં માનતા ભાજપમાં શિસ્તનું કેટલું પાલન થાય છે તેને લઈને પણ સવાલો થાય છે.આ અંગે કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર પ્રહાર કર્યા છે જો કે બીજી તરફ લુણાવાડાના ધારાસભ્ય જિજ્ઞેશ સેવક એવો દાવો કરી રહ્યા છે કે  આ વીડિયો રાજસ્થાનની સરહદનો છે અને તેમને બદનામ કરવાનું કાવતરું થઈ રહ્યું છે.ત્યારે આ વીડિયો અંગે તપાસ થાય તો જ સત્ય સામે આવી શકે.

ભાજપના નેતાઓનો દારૂનો વીડિયો બહાર આવવાનો આ કોઈ પહેલો કિસ્સો નથી. આ પહેલાં પણ ઘણી વખત ભાજપના નેતાના દારૂના વીડિયો બહાર આવી ચૂક્યા છે અથવા દારૂની પાર્ટી કરતા ઝડપાઈ ચૂક્યા છે. મહીસાગર જિલ્લામાં જ આ અગાઉ ભાજપના એક નેતાની બર્થડે પાર્ટીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દારૂના નશામાં છાકટા થઈને નાચતા જોવા મળ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને 12થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો:કડીમાં કચરાના ઢગલામાંથી મળ્યા 700 જેટલા ચૂંટણી કાર્ડ, તંત્રની કામગીરી સામે સવાલ

આ પણ વાંચો:ગારીયાધારની મામલતદાર કચેરીમાં કર્મચારીઓને ફિલ્મ જોવું પડ્યું ભારે, થશે કાર્યવાહી

આ પણ વાંચો:પોરબંદરમાં સમસ્ત ખારવા સમાજનાં નવનિયુક્ત વાણોટ/પ્રમુખની નિમણૂક