All is well/ યુટ્યુબર ગૌરવ વસાને ‘બાબા કા ઢાબા’ ના વૃદ્ધ દંપતી સાથે એક તસવીર શેર કરી, લખ્યું – 

છેલ્લા એક વર્ષમાં ઘણા ઉતાર-ચઢાવ, આક્ષેપો અને વિરોધી દલીલો સાથે ‘બાબા ક ઢાબા’ ના કાંતા પ્રસાદની જીવનકથા હવે ખુશખુશાલ જણાય છે. હકીકતમાં, યુટ્યુબર ગૌરવ વસાને આજે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે વૃદ્ધ કાંતા પ્રસાદ અને તેની પત્ની સાથે હસતો જોવા મળે છે.

India Trending
biden 1 યુટ્યુબર ગૌરવ વસાને 'બાબા કા ઢાબા' ના વૃદ્ધ દંપતી સાથે એક તસવીર શેર કરી, લખ્યું - 

ગયા વર્ષે બાબા કાઢાબા વાળા કાંતા પ્રસાદ અને તેની પત્નીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કોરોના સમયગાળા દરમિયાન તેમની આર્થિક સ્થિતિ દર્શાવવામાં આવી હતી. આ વીડિયો ગૌરવ વાસને બનાવ્યો હતો અને લોકોને વૃદ્ધ દંપતીને મદદ કરવા અપીલ કરી હતી.

છેલ્લા એક વર્ષમાં ઘણા ઉતાર-ચઢાવ, આક્ષેપો અને વિરોધી દલીલો સાથે ‘બાબા ક ઢાબા’ ના કાંતા પ્રસાદની જીવનકથા હવે ખુશખુશાલ જણાય છે. હકીકતમાં, યુટ્યુબર ગૌરવ વસાને આજે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે વૃદ્ધ કાંતા પ્રસાદ અને તેની પત્ની સાથે હસતો જોવા મળે છે.

ગૌરવે પોતાના ટ્વિટમાં ફોટો શેર કરતાં લખ્યું કે, “અંતભલા તો સબ ભલા, ભૂલ કરવા વાળા કરતા તેને માફ કરવાવાળી વધુ મોટી અને મહાન હોય છે. મારા માતાપિતા હંમેશાં આમ જ  શીખવતા આવ્યા છે.  આ તસ્વીર સાથે તેણે બાબાકા ઢાબાનો ફોટો પણ  શેર કર્યો છે. અને હેશ ટેગમાં બાબા ક ઢાબા લખ્યું છે.

 

તાજેતરમાં જ એક અન્ય યુટ્યુબરના વીડિયોમાં કાંતા પ્રસાદ હાથ પકડીને ગૌરવની માફી માંગતા જોવા મળ્યા હતા.  તેમણે વીડિયોમાં કહ્યું હતું કે, “ગૌરવ વાસન  ચોર નહોતો. અમે તેમને ક્યારેય ચોર નથી કહ્યો. ” આ વીડિયો સામે આવ્યા પછી, હવે ગૌરવે આ વાર્તાનો ખુશી -ખુશી અંત આન્યો છે.

આપને  જણાવી દઈએ કે ગયા વર્ષે બાબાના ઢાબા વાળા  કાંતા પ્રસાદ અને તેની પત્નીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કોરોના સમયગાળા દરમિયાન તેમની આર્થિક સ્થિતિ દર્શાવવામાં આવી હતી. તે વીડિયો ગૌરવ વાસને બનાવ્યો હતો અને લોકોને વૃદ્ધ દંપતીને મદદ કરવા અપીલ કરી હતી. વીડિયો વાયરલ થયા બાદ લાખો રૂપિયાની મદદ પણ મળી હતી. પરંતુ બાદમાં કાંતા પ્રસાદે ગૌરવ પર પૈસાની ચોરીનો આરોપ લગાવ્યો હતો.

જો કે, યુટ્યુબર વાસને પોતાની ઉપરના આક્ષેપોને નકારી દીધા હતા. તેણે પોતાના બચાવમાં બેંકની તમામ વિગતો અને નિવેદનો પણ જારી કર્યા હતા.  ‘બાબા કા ઢાબા ‘ના કાંતા પ્રસાદે ગયા વર્ષે સહાયની રકમથી નવી રેસ્ટોરન્ટ ખોલી હતી, પરંતુ તાજેતરમાં નુકસાનને  કારણે  તેને બંધ કરી દીધું અને ફરીથી જૂના ઢાબા ને ચલાવવાનું શરૂ કર્યું.