Political/ સિદ્ધુ બન્યા પાર્ટી માટે મુસિબત, હવે પંજાબનાં CM ચન્ની પર કર્યો આ કટાક્ષ

પંજાબમાં સરકાર અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ વચ્ચેની ખેંચતાણ અટકવાનું નામ નથી લઈ રહી. તેમણે ફરી એકવાર પોતાના જ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની સરકાર પર પ્રહારો કર્યા છે.

Top Stories India
નવજોત સિદ્ધુ

પંજાબમાં સરકાર અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ વચ્ચેની ખેંચતાણ અટકવાનું નામ નથી લઈ રહી. તેમણે ફરી એકવાર પોતાના જ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે ફરી એક વાર વીજળીનાં દરમાં યુનિટ દીઠ રૂ. 3નો ઘટાડો કરવા અને રાજ્યમાં સરકારી કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરવા બદલ ચન્ની સરકાર પર નિશાન સાધ્યું છે.

આ પણ વાંચો – અટકળોનો અંત / પંજાબના એડવોકેટ જનરલે રાજીનામાની અટકળો પર લગાવ્યો પૂર્ણવિરામ,સિદ્વુથી નારાજ હતા

પંજાબ કોંગ્રેસ સમિતિનાં અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ રાજ્યની ચરણજીત સિંહ ચન્ની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, પંજાબ પર 5 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને સરકાર લોકોને લોલીપોપ વહેંચી રહી છે. તેમણે કહ્યું કે, જો લોકો એવું વિચારે છે કે સરકાર આટલી મોટી રકમનું દેવું ચૂકવશે તો તેમનો વિચાર ખોટો છે. આખરે આનો બોજ લોકોનાં ખભા પર જ પડવાનો છે. તેમણે કહ્યું કે, સરકારનાં તિજોરીમાં આટલા પૈસા છે તો તે શિક્ષકોનાં પગારમાં દર મહિને 50,000 રૂપિયા કેમ વધારો નથી કરતી. વીજળીનાં મુદ્દે સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે છેલ્લા બે મહિનાથી લોકોને લોલીપોપ આપવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે સરકાર આપશે. શું સરકારનો ખરો હેતુ માત્ર જુઠ્ઠું બોલવાનો અને ખોટા વચનો આપવાનો છે? તેમણે વધુમાં કહ્યું કે, શું કોઈ રાજ્યનાં કલ્યાણની વાત કરશે? તેઓએ કહ્યું કે, તેઓ લોલીપોપ ઓફર કરે છે, તે મફત છે અને જે મફત છે તે આ બે મહિનામાં દેખાય છે. તેમણે કહ્યું કે તેઓ વચનો આપી રહ્યા છે, પરંતુ તેઓ તેને કેવી રીતે પૂરા કરશે?

આ પણ વાંચો – મોટી કાર્યવાહી / મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર IT વિભાગની કાર્યવાહી,1 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરવા નોટિસ

આ સાથે પ્રદેશ કોંગ્રેસ એકમનાં વડા નવજોત સિંહ સિદ્ધુએ પણ પંજાબનાં મતદારોને લોલીપોપ માટે નહીં, પરંતુ વિકાસનાં મુદ્દા પર મતદાન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, તમારા મનમાં એક પ્રશ્ન ઉદભવવો જોઈએ કે શું ઈરાદો માત્ર સરકાર બનાવવાનો છે કે જૂઠ બોલીને સત્તામાં આવવાનો છે કે પછી 500 વચનો આપવાનો છે કે પછી રાજ્યનાં કલ્યાણનો છે. તેમણે એમ પણ કહ્યું કે રાજકારણ હવે મિશન નથી રહ્યું, પણ તે એક વ્યવસાય બની ગયું છે.