Not Set/ VIDEO : US OPENની ફાઈનલમાં પેનલ્ટી મળ્યા બાદ પર ભડકી વિલિયમ્સ, અમ્પાયરને ગણાવ્યા ચોર અને જુઠ્ઠા

ન્યૂયોર્ક, ચાલુ વર્ષના અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપનની શનિવારે રમાયેલા ફાઈનલ મુકાબલામાં જાપાની ખેલાડી નાઓમી ઓસાકાએ અમેરિકાની સ્ટાર ખેલાડી સેરેના વિલિયમ્સને હરાવી પોતાના કેરિયરનો પ્રથમ ગ્રાન્ડસ્લેમ ખિતાબ જીત્યો છે. બીજી બાજુ આ હાર સાથે દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સનું ૨૪ ગ્રાન્ડસ્લેમ જીતીને ઓસ્ટ્રેલિયાના માર્ગેટ કોર્ટના રેકોર્ડની બરાબરી કરવાનું સપનું અધૂરું રહ્યું છે, સાથે સાથે આ મેચમાં વિલિયમ્સ દ્વારા […]

Trending Sports Videos
tgAPPo4D VIDEO : US OPENની ફાઈનલમાં પેનલ્ટી મળ્યા બાદ પર ભડકી વિલિયમ્સ, અમ્પાયરને ગણાવ્યા ચોર અને જુઠ્ઠા

ન્યૂયોર્ક,

ચાલુ વર્ષના અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપનની શનિવારે રમાયેલા ફાઈનલ મુકાબલામાં જાપાની ખેલાડી નાઓમી ઓસાકાએ અમેરિકાની સ્ટાર ખેલાડી સેરેના વિલિયમ્સને હરાવી પોતાના કેરિયરનો પ્રથમ ગ્રાન્ડસ્લેમ ખિતાબ જીત્યો છે.

Dmm7PaZU8AEihsC 1 VIDEO : US OPENની ફાઈનલમાં પેનલ્ટી મળ્યા બાદ પર ભડકી વિલિયમ્સ, અમ્પાયરને ગણાવ્યા ચોર અને જુઠ્ઠા
SPORTS-VIDEO serena-williams-said-us-open-final-umpire-thief-

બીજી બાજુ આ હાર સાથે દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સનું ૨૪ ગ્રાન્ડસ્લેમ જીતીને ઓસ્ટ્રેલિયાના માર્ગેટ કોર્ટના રેકોર્ડની બરાબરી કરવાનું સપનું અધૂરું રહ્યું છે, સાથે સાથે આ મેચમાં વિલિયમ્સ દ્વારા કરવામાં આવેલા ગેરવર્તનના કારણે તે હાલમાં ચર્ચાનો વિષય બની છે.

શનિવારે રમાયેલી ફાઈનલ મેચના બીજા સેટમાં સેરેના વિલિયમ્સને પેનલ્ટીનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ તે અમ્પાયર પર ભડકી ઉઠી હતી. સેરેના વિલિયમ્સને પેનલ્ટી મળ્યા બાદ તેને અમ્પાયરને ચોર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, તે ચીટિંગ દ્વારા મેચ જીતવા માંગતી નથી”.

Dmnj8E5X4AAfvWX VIDEO : US OPENની ફાઈનલમાં પેનલ્ટી મળ્યા બાદ પર ભડકી વિલિયમ્સ, અમ્પાયરને ગણાવ્યા ચોર અને જુઠ્ઠા
SPORTS-VIDEO serena-williams-said-us-open-final-umpire-thief-

હકીકતમાં, ૩૬ વર્ષીય સ્ટાર ખેલાડી સેરેના વિલિયમ્સ જયારે જાપાનની ખેલાડી સાથે ફાઈનલ મેચ રમી રહી ત્યારે સેરેનાના કોચ ચાલુ ગેમમાં તેને કઈક ઈશારા કરી રહ્યા હતા. ત્યારબાદ આ મામલે અમ્પાયર કાર્લોસ રામોસે બાક્સ દ્વારા કોચિંગ લેવાના કારણે ચેતવણી આપી હતી.

જો કે ત્યારબાદ રેકેટથી કરાયેલા ફાઉલ પર અમેરિકી ખેલાડીએ જયારે આચારસંહિતાનું બીજી વાર ઉલ્લંઘન કર્યા બાદ ચેતવણી અને એક અંકની પેનલ્ટી આપવામાં આવી હતી. આ જોઇને સેરેના વિલિયમ્સે અમ્પાયરને ચોર ગણાવ્યા હતાને ગુસ્સામાં માફી માંગવા કહ્યું હતું.

VIDEO : US OPENની ફાઈનલમાં પેનલ્ટી મળ્યા બાદ પર ભડકી વિલિયમ્સ, અમ્પાયરને ગણાવ્યા ચોર અને જુઠ્ઠા
SPORTS-VIDEO serena-williams-said-us-open-final-umpire-thief-

સેરેના કહ્યું હતું કે, “તમે મારા ચરિત્ર પર હુમલો કરી રહ્યા છો. તમે ક્યારેય પણ મારા કોર્ટ પર બીજીવાર નહિ આવી શકો, તમે જુઠ્ઠા છો”.

ત્યારબાદ અમ્પાયર દ્વારા અપશબ્દો બોલવાના કારણે ત્રીજીવાર આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ વધુ એક પોઈન્ટની પેનલ્ટી આપી હતી, જેમાં જાપાની ખેલાડી ઓસાકા ૫-૩થી આગળ નીકળી ગઈ હતી, જયારે સેરેના વિલિયમ્સ એક ગેમ દૂર થઇ ગઈ હતી.