India Squad for Sri Lanka/ BCCIએ શ્રીલંકા સામેની સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત,આ ખેલાડી કરશે સુકાની,જાણો

 ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આવતા મહિને શ્રીલંકા સામેની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કર દીધી છે.

Top Stories Sports
India vs Sri Lanka Series

India vs Sri Lanka Series:   ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આવતા મહિને શ્રીલંકા સામેની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કર દીધી છે. ટી-20 સીરિઝ માટે હાર્દિક પંડ્યાને કેપ્ટન પદ સોંપવામાં આવ્યો છે, જયારે વન-ડે શ્રેણી માટે કેપ્ટન રોહિત શર્મા જ રહેશે શિવમ માવી, મુકેશ કુમાર અને રાહુલ ત્રિપાઠી જેવા યુવા ખેલાડીઓને ટી-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં તક મળી છે, કેએલ રાહુલ અને ઋષભ પંત T20 શ્રેણી માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી આ સિવાય રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ પણ ટી-20 સિરીઝમાં નથી.

હાર્દિક પંડ્યાને( India vs Sri Lanka Series) વનડે સિરીઝમાં ઉપકપ્તાન બનાવવામાં આવ્યો છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, ODI શ્રેણીમાં ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહ પણ નથી, પરંતુ વિરાટ કોહલી અને KL રાહુલને ODI શ્રેણીમાં પસંદ કરવામાં આવ્યા છે. આ સાથે જ મોહમ્મદ શમીની પણ વનડેમાં ટીમમાં વાપસી થઈ છે.આશ્ચર્યની વાત એ છે કે શિખર ધવનને વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી નથી. આ પહેલા ધવને ઘણી વખત ODI ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે.

શ્રીલંકા સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા – હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, રુતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર.

શ્રીલંકા સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

ભારત-શ્રીલંકા શ્રેણીનું સંપૂર્ણ કાર્યક્રમ

T20 શ્રેણી:

ભારત વિ શ્રીલંકા 1લી T20 આંતરરાષ્ટ્રીય: 3 જાન્યુઆરી – વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ.
ભારત વિ શ્રીલંકા બીજી T20 આંતરરાષ્ટ્રીય: 5 જાન્યુઆરી – મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણે.
ભારત વિ શ્રીલંકા ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય: 7 જાન્યુઆરી – સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, રાજકોટ.

ODI શ્રેણી

ભારત વિ શ્રીલંકા 1લી ODI: 10 જાન્યુઆરી – બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી.
ભારત vs શ્રીલંકા 2જી ODI: 12 જાન્યુઆરી – ઈડન ગાર્ડન્સ, કોલકાતા.
ભારત વિ શ્રીલંકા ત્રીજી ODI: 15 જાન્યુઆરી – ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ.

Cricket/ઓસ્ટ્રેલિયાને વધુ એક ફટકો, પ્લેઈંગ ઈલેવનનો ત્રીજો ખેલાડી ઈજાગ્રસ્ત