Not Set/ ફિલિસ્તાની ઉગ્રવાદીઓએ ઇઝરાયેલ પર અડધી રાત્રે છોડ્યા 4 રોકેટ, નુકસાનની પુષ્ટિ નહીં

ફિલિસ્તાની  વિરોધીઓ અને ઇઝરાઇલી  વચ્ચે સંઘર્ષ વધ્યો છે. છેલ્લા એક મહિનાથી શાંત રહેલા ગાઝા પટ્ટી પર થયેલા વિસ્ફોટો ફરી ગૂંજવા લાગ્યા છે. હવે પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ ઇઝરાઇલ પર

Top Stories World
philistani rocket ફિલિસ્તાની ઉગ્રવાદીઓએ ઇઝરાયેલ પર અડધી રાત્રે છોડ્યા 4 રોકેટ, નુકસાનની પુષ્ટિ નહીં

ફિલિસ્તાની  વિરોધીઓ અને ઇઝરાઇલી  વચ્ચે સંઘર્ષ વધ્યો છે. છેલ્લા એક મહિનાથી શાંત રહેલા ગાઝા પટ્ટી પર થયેલા વિસ્ફોટો ફરી ગૂંજવા લાગ્યા છે. હવે પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ ઇઝરાઇલ પર ચાર રોકેટ છોડ્યાના સમાચાર સામે આવ્યા છે. ઇઝરાઇલી સૈન્યએ તેની ઓળખ કરી છે. આ હુમલામાં હજી સુધી કોઈપણ પ્રકારનાં નુકસાનની પુષ્ટિ મળી નથી.

Palestinian Rocket Attacks on Israel and Israeli Artillery Shelling in the Gaza Strip | HRW

મધ્યરાત્રિએ રોકેટ્સ છોડ્યા

No sign of ceasefire as Israel pounds Hamas sites amid ongoing fire from Gaza | The Times of Israel

ટાઇમ્સ ઓફ ઇઝરાઇલ અને ઇઝરાયલી સંરક્ષણ દળના અહેવાલો અનુસાર,  રાત્રે ગાઝા પટ્ટીથી અશ્કેલન અને આસપાસના સમુદાયો તરફ બે રોકેટ છોડવામાં આવ્યા હતા. અન્ય બે રોકેટ મધ્યરાત્રિ પહેલા ચલાવવામાં આવ્યા હતા. બીજી તરફ, આઈડીએફએ ટ્વિટ કર્યું છે કે આતંકીઓએ ગાઝામાં ઇઝરાઇલ તરફ 2 રોકેટ છોડ્યા હતા. આ રોકેટનો વિસ્ફોટ ગાઝાની અંદર થયો હતો. ઇઝરાઇલી સેનાએ કહ્યું કે આ હુમલામાં હમણાં કોઈ નુકસાન થયાના સમાચાર નથી.

7 મેના રોજ ફિલિસ્તાની વિરોધીઓ અને ઇઝરાઇલી પોલીસની હિંસક અથડામણ

More rockets fired at TA, Deif: Hamas fighters 'eager for death,' Kerry says PM discussed truce | The Times of Israel

અમને જણાવી દઈએ કે તાજેતરમાં ઇઝરાઇલમાં હિંસક અથડામણના સમાચાર સામે આવ્યા હતા. યરૂશાલેમના અલ-અક્સા મસ્જિદ સંકુલની બહાર 7 મે, 2021 ની મોડી રાતે સેંકડો ફિલિસ્તાની વિરોધીઓ અને ઇઝરાઇલી પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. ફિલિસ્તાની વિરોધીઓએ પોલીસ પર પથ્થરો અને બોટલ વડે હુમલો કર્યો. જવાબી કાર્યવાહીમાં પોલીસે પેલેસ્ટાઈન પર રબરની ગોળીઓ અને ગ્રેનેડ ચલાવ્યાં. જેના જવાબમાં ઇઝરાઇલે પણ હુમલો કર્યો હતો. સૈન્યએ કહ્યું છે કે હાલમાં ગાઝા પટ્ટી પર કોઈ સુરક્ષા પ્રતિબંધો લગાવાયા નથી. યરૂશાલેમમાં રમઝાન મહિનામાં સામાન્ય રીતે તણાવ વધે છે.

Hamas confirms truce talks; rockets from Lebanon fired at Galilee; PM's poll figures crash | The Times of Israel

શુક્રવારે દસ હજારથી વધુ ફિલિસ્તાનીઓ નમાઝ  અદા કરવા માટે અલ-અક્સા મસ્જિદ પહોંચ્યા હતા. નમાઝ પછી, શેખ જારરાહને ખાલી કરાવવા સામે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઇફ્તાર પછી તરત જ અલ-અક્સા નજીક હિંસક અથડામણ થઈ. પોલીસે વોટર કેનનની મદદથી વિરોધીઓને અલગ પાડવાનો પ્રયાસ કર્યો હતો.

sago str 8 ફિલિસ્તાની ઉગ્રવાદીઓએ ઇઝરાયેલ પર અડધી રાત્રે છોડ્યા 4 રોકેટ, નુકસાનની પુષ્ટિ નહીં