Not Set/ તો શું ખરેખર કોરોનાથી લોકોને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે? જાણો ડોક્ટર્સ શું કહે છે?

કોરોના વાયરસનાં વધતા જતા કેસો વચ્ચે સોશિયલ મીડિયા પર એક સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું કોવિડ-19 હાર્ટ એટેકનું જોખમ વધારે છે? શું કોરોના દર્દીઓને હાર્ટ એટેક આવવાની સંભાવનાઓ છે?

Health & Fitness Lifestyle
123 180 તો શું ખરેખર કોરોનાથી લોકોને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે? જાણો ડોક્ટર્સ શું કહે છે?

કોરોના વાયરસનાં વધતા જતા કેસો વચ્ચે સોશિયલ મીડિયા પર એક સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું કોવિડ-19 હાર્ટ એટેકનું જોખમ વધારે છે? શું કોરોના દર્દીઓને હાર્ટ એટેક આવવાની સંભાવનાઓ છે? આ બધા સવાલો પર અગ્રણી અખબાર સાથે વાત કરતી વખતે, પ્રખ્યાત હૃદયરોગ વિશેષજ્ઞ ડો.નરેશ ત્રેહને કહ્યું છે કે, હૃદયનાં દર્દીઓને કોરોનાની બીજી લહેરમાં વધુ સાવચેત રહેવાની જરૂર છે.

આરોગ્ય સંભાળ / ફેફસાને મજબુત કરવા માટે રોજિંદા આ ચીજોનું કરો સેવન

તેમણે વધુમાં કહ્યું છે કે, કોરોનાનાં આવા ઘણા દર્દીઓને હાર્ટ એટેક આવ્યો છે, જે પહેલાથી હૃદયરોગનાં દર્દી નથી, ન તો તેમને હૃદયરોગથી જોડાયેલી બીમારી છે. ડો. ત્રેહને કહ્યું કે, ઓછામાં ઓછા 15 થી 20 ટકા દર્દીઓ હૃદયમાં વાયરસથી પ્રભાવિત થઈ રહ્યા છે. ડો. ત્રેહને કહ્યું, જે દર્દીઓ પહેલાથી જ હ્રદયનાં દર્દીઓ છે અથવા જેમના હૃદયમાં સ્ટેન્ડ હતા અથવા બાયપાસ સર્જરી કરાવી છે, તેમને પણ કોરોનો વાયરસ સંક્રમિત થયા પછી હૃદય સંબંધિત તબીબી સહાય લેવી પડશે. જો કે, ચિંતાની બાબત છે કે કોરોના સંક્રમિત કેટલાક આવા દર્દીઓને હાર્ટ એટેક આવ્યો છે, જેમને આ પહેલા ક્યારે હૃદયરોગ સંબંધિત બીમારી થઇ નથી. ડો.નરેશ ત્રેહને જણાવ્યું હતું કે, મોટાભાગનાં કેસોમાં દર્દીઓ છાતીમાં દુખાવાની ફરિયાદ કરે છે, અમે તેમને બચાવી પણ લઇએ છીએ. પરંતુ કેટલાક કિસ્સાઓમાં, દર્દીને છાતીમાં આવા તીવ્ર પીડા થાય છે કે તેમને બચાવવુ મુશ્કેલ બની જાય છે. તેમનુ હૃદય 10-15 % સુધી કામ કરવાનું બંધ કરે છે, જે અમને બતાવે છે કે તેમને મૃત્યુનું ગંભીર જોખમનો અંદાજો લાગે છે.

Health / નિયમિત કસરત તમને બચાવી શકે છે હાર્ટ એકેટથી, જાણો નિષ્ણાંતોનું મંતવ્ય

ડો.નરેશ ત્રેહને કહ્યું, પહેલાથી વિપરીત આ વખતે અમે જે જોઇ રહ્યા છીએ તે એ છે કે વૃદ્ધો કરતાં યુવાનોને હૃદયરોગની બીમારી વધુ જોવા મળી રહી છે. જે યુવાનોને હૃદય રોગનો કોઈ ઇતિહાસ નથી. કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ જોખમી છે. આ 33 વર્ષની ઉંમરનાં યુવાન લોકો પર અસર કરે છે, જેમની પાસે હ્રદયરોગનાં નામ માત્ર લક્ષણો જ છે. ડો.નરેશ ત્રેહને જણાવ્યું હતું કે, મોટાભાગનાં કેસોમાં સમયસર સારવાર મળે તો દર્દીઓનો બચાવ થઈ શકે છે. પરંતુ મોટાભાગનાં કેસોમાં દર્દીને હાર્ટ સ્પેશિયલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હોય છે. જો દર્દીઓને હાર્ટની તકલીફ થાય છે, તો દર્દીઓને સમયસર હોસ્પિટલ લઈ જઇને ઈસીએમઓ સહાય આપવામાં આવે છે, આશા રાખવામાં આવે છે કે જેથી દર્દી સાજા થઈ જાય.

sago str 8 તો શું ખરેખર કોરોનાથી લોકોને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે? જાણો ડોક્ટર્સ શું કહે છે?