તમારા માટે/ આ 10 કલરનું કોમ્બિનેશન પુરુષો માટે પરફેક્ટ છે, ફોર્મલમાં દેખાશે સ્ટાઇલિશ

પુરુષો માટે આ 10 કલરનું કોમ્બિનેશન પરફેક્ટ છે. પુરુષો આ કલરનું કોમ્બિનેશન ટ્રાય કરી આકર્ષક દેખાઈ શકે છે. આ કલર કોમ્બિનેશનને લઈને પરીક્ષણ કરવામાં આવ્યું છે.

Trending Tips & Tricks Lifestyle
Beginners guide to 2024 03 26T154108.154 આ 10 કલરનું કોમ્બિનેશન પુરુષો માટે પરફેક્ટ છે, ફોર્મલમાં દેખાશે સ્ટાઇલિશ

પુરુષો માટે આ 10 કલરનું કોમ્બિનેશન પરફેક્ટ છે. પુરુષો આ કલરનું કોમ્બિનેશન ટ્રાય કરી આકર્ષક દેખાઈ શકે છે. આ કલર કોમ્બિનેશનને લઈને પરીક્ષણ કરવામાં આવ્યું છે. જ્યારે પણ પુરૂષો માટે શ્રેષ્ઠ કલર મિક્સ મેચની જરૂર હોય ત્યારે આ ટીપ્સ તમને જરુરથી કામમાં આવશે.

પ્રસંગો દરમિયાન યોગ્ય કલરના કપડા પસંદ કરવાથી તમારી સ્ટાઈલમાં અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. ફેશન પુરુષો માટે વ્યક્તિગત અને સામાજિક બંને સ્તરે મહત્વપૂર્ણ હોય છે. યોગ્ય કલરના કપડાની પસંદગી કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. સારા અને સુસંગત કપડાં પહેરવાથી વ્યક્તિ પોતાને વધુ આત્મનિર્ભર અને સ્વાભિમાની અનુભવે છે. ઘણા ક્ષેત્રોમાં, વ્યાવસાયિકો અને કરિયરને લઈને હાઈ ફેશન પ્રોફેશનલ જરુરી છે. જે વ્યક્તિ સચેત રહીને સારી રીતે વાતચીત કરે છે તેને વ્યાવસાયિક સ્તરે વધુ સન્માન મળતો હોય છે. સમાજમાં સારી ફેશન એ સ્થિતિ અને પ્રતિષ્ઠાનું પ્રતીક છે. સફળ અને પ્રભાવશાળી લોકો કેટલીકવાર તેમના વર્તન અને પહેરવેશમાં સાવચેતી રાખતા હોય છે, જેના કારણે તે સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. સારા કપડાં પહેરવાથી વ્યક્તિનું મનોબળ વધે છે તેમજ તેની ભાવનાત્મક સ્વાસ્થ્ય પણ સારી અસર રહે છે. તેમજ યોગ્ય ફેશન પસંદ કરવાથી સંતુલિત અને સ્વસ્થ લાઈફસ્ટાઈલને પ્રોત્સાહન મળે છે.

WhatsApp Image 2024 03 26 at 15.09.03 આ 10 કલરનું કોમ્બિનેશન પુરુષો માટે પરફેક્ટ છે, ફોર્મલમાં દેખાશે સ્ટાઇલિશ

નવા કલરના કોમ્બિનેશન માટે અપનાવો આ ટીપ્સ

1. નેવી બ્લુ સૂટ અને લાઈટ બ્લુ અથવા વાઈટ શર્ટ: આ ક્લાસિક અને સલામત વિકલ્પ છે. નેવી બ્લુ સૂટ બહુમુખી છે અને લાઈટ બ્લુ અથવા વાઈટ શર્ટ વધુ સુસંસ્કૃત બનાવે છે.

2. ગ્રે સૂટ અને લાઈટ બ્લુ અથવા પિંક શર્ટ: ગ્રે સૂટ પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. લાઈટ બ્લુ અથવા પિંક શર્ટ તેને થોડું ઓછું ગંભીર રીતે બનાવી શકે છે.

3. બ્લેક સૂટ અને વાઈટ શર્ટ: આ એક બોલ્ડ અને પાવરફુલ વિકલ્પ છે. તે રાત્રિ દરમિયાન અથવા ખૂબ જ ઔપચારિક પ્રસંગો માટે યોગ્ય સાબિત થાય છે.

4. બ્રાઉન સૂટ અને લાઈટ બ્લુ અથવા ક્રીમ શર્ટ: બ્રાઉન સૂટ હૂંફની લાગણી ઉત્પન કરે છે. લાઈટ બ્લુ અથવા ક્રીમ રંગનો શર્ટ વધુ આકર્ષિત કરે છે.

5. ચારકોલ સૂટ અને લવંડર અથવા લાઈટ પર્પલ શર્ટ: આ સંયોજન સાહસી તરીકે માનવામાં આવે છે. પંરતું તે દેખાવમાં સ્ટાઈલિશ છે. લવેડર અથવા લાઈટ પર્પલ શર્ટ ચારકોલ સુટ સાથે આકર્ષક કોન્ટ્રાષ્ટ કલરમાં દેખાવ આપશે.

6. . નેવી બ્લુ પેન્ટ અને લાઈટ બ્લુ અથવા વાઈટ શર્ટ : સૂટ સિવાય, તમે નેવી બ્લુ પેન્ટ અને લાઈટ બ્લુ અથવા વાઈટ શર્ટની પણ પસંદગી કરી શકો છો. તે થોડું ઓછું ઔપચારિક છે પરંતુ તેમ છતાં પ્રોફેશનલ તરીકે દેખાય છે.

7. 7. ગ્રે પેન્ટ અને લાઈટ બ્લુ અથવા પિંક શર્ટ: ગ્રે પેન્ટ બહુમુખી હોય છે અને લાઈટ બ્લુ અથવા પિંક શર્ટ સાથે પહેરી શકાય છે.

8. બ્રાઉન પેન્ટ અને વાઈટ, લાઈટ બ્લુ અથવા પિંક શર્ટ: બ્રાઉન પેન્ટ ગરમ લાગણી આપે છે અને વાઈટ, લાઈટ બ્લુ અથવા પિંક શર્ટ સાથે પહેરી શકાય છે.

9. બ્લેક પેન્ટ અને વાઈટ અથવા લાઈટ બ્લુ શર્ટ: બ્લેક પેન્ટ સલામત વિકલ્પ છે અને તેને વાઈટ કે લાઈટ બ્લુ શર્ટ સાથે પહેરી શકાય છે.

આ સિવાય તમે ટાઈ અને પોકેટ સ્ક્વેરનો ઉપયોગ કરીને તમારા કલર કોમ્બિનેશનને વધુ આકર્ષિત કરી શકો છો. શૂઝ અને બેલ્ટનો રંગ પણ તમારા કપડાંના રંગ સાથે મેચ થવો જોઈએ. આ કલર કોમ્બિનેશન અપનાવીને તમે કોઈપણ ઔપચારિક પ્રસંગે સ્ટાઇલિશ અને આત્મવિશ્વાસુ સરળતાથી દેખાઈ શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Gujarat-Heartattack/સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટએટેકથી મોત, કોઈપણ બીમારી ના હોવા છતાં યુવાન થયો હાર્ટએટેકનો શિકાર

આ પણ વાંચોઃ Surendranagar/ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત

આ પણ વાંચોઃ cm arvind kejrival/અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ પાર્ટી આજે PM મોદીના નિવાસ્થાનનો કરશે ઘેરાવો, પોલીસે ટ્રાફિક એડવાઈઝરી કરી જાહેર