Relationship/ પ્રથમ ડેટ પર લગભગ પુરૂષ બોલે છે આવું ખોટું

સ્ત્રીને ઈમ્પ્રેસ કરવામાં પુરૂષો ખોટું બોલતા પણ ખચકાતા નથી.એક સર્વેમાં સામે આવ્યું છે કે, આશરે 63 ટકા પુરૂષ પ્રથમ ડેટમાં ખોટું બોલે છે. આ ખોટું સેલેરીથી લઈને આદતો સુધીની હોય છે.

Lifestyle Relationships
પ્રથમ ડેટ

ફર્સ્ટ ડેટ પર જવું દરેક માટે ખૂબ જ ખાસ હોય છે. સ્ત્રી હોય કે પુરૂષ, બંને ઈચ્છે છે કે તેઓ કંઈક એવું કરે જેથી તેમની ડેટ સંબંધમાં ફેરવાઈ જાય

પ્રથમ ડેટને પરફેક્ટ બનાવવા માટે ખાસ તો પુરૂષો કોઈ જ કસર બાકી રાખતા નથી. સ્ત્રીને ઈમ્પ્રેસ કરવામાં પુરૂષો ખોટું બોલતા પણ ખચકાતા નથી.એક સર્વેમાં સામે આવ્યું છે કે, આશરે 63 ટકા પુરૂષ પ્રથમ ડેટમાં ખોટું બોલે છે. આ ખોટું સેલેરીથી લઈને આદતો સુધીની હોય છે.

તો ચાલો જાણીએ કેવા પ્રકારના આ જુઠ્ઠાણા છે જે પુરૂષો પ્રથમ ડેટ દરમિયાન સ્ત્રી સામે બોલે છે.

ઈમ્પ્રેશન
મોટાભાગે પુરૂષો મહિલાઓ સામે પોતાની નોકરી કે બિઝનેસને લઈને ખોટું બોલે છે. તે પોતાની કંપનીની પ્રોફાઈલ વિશે વધારે ચડાવીને બતાવે છે કે, જેનાથી મહિલાઓ ઈમ્પ્રેસ થઈ જાય

ખોટી પ્રશંસા
પોતાના ઘરવાળા પ્રત્યે પણ કેટલાંક પુરૂષો ખોટું બોલે છે. પુરૂષો માને છે કે, પોતાના ઘરના સભ્યો વિશે સારી સારી વાતો કરીને તે સ્ત્રીને ઈમ્પ્રેસ કરી શકે છે.

ખોટો દેખાડો
મોટાભાગના પુરૂષો પ્રથમ ડેટ પર શાંત અન કૂલ દેખાવવાનો પ્રયાસ કરે છે. જેનાથી મહિલા પર સારો પ્રભાવ પાડી શકાય.

ભ્રામક વાતો
સારી સારી વાતો કરીને મહિલાને ભોળવવાની અને તેની લાગણી જીતવાનો પ્રયાસ કરે છે. મોટાભાગે આવી વાતોમાં અતિરેક વધારે હોય છે.

વૈભવ
મોટાભાગના પુરૂષો મહિલા સાથે પોતાની ઓળખાણ કેટલા મોટા મોટા વ્યક્તિઓ સાથે છે તે અંગેનું ખોટું બોલવામાં ખચકાતા નથી. તેથી મહિલાને તે પુરૂષ વૈભવશાળી લાગે.

આ પણ વાંચો :સેક્સ વિશેની આ 5 હકીકતો જાણીને તમે આશ્ચર્ય પામશો!

આ પણ વાંચો :શિયાળામાં ઘરે આ રીતે બનાવો હેલ્ધી અને ટેસ્ટી જ અડદિયા પાક….

આ પણ વાંચો :પહેલીવાર ડેટ પર જાવ છો, આ કલરનો ડ્રેસ પહેરશો તો ફ્રેન્ડ થઇ જશે ઇમ્પ્રેસ

આ પણ વાંચો :શ્વાનના ફિટનેસની માહિતી આપશે સ્માર્ટ કોલર,જાણો વિગત