Not Set/ વર્ષ 2019 માં સૌથી વધુ પોર્ન જોનારા લોકોમાં ભારત રહ્યું આગળ

દેશમાં જે દરથી સ્માર્ટફોનનો પ્રવેશ વધી રહ્યો છે, તે જ ઝડપે પોર્ન જોનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. વર્ષ 2019 માં, ભારત સ્માર્ટફોન પર પોર્ન જોવામાં મોખરે રહ્યુ હતુ. નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતમાં 89% લોકોએ 2019 માં મોબાઇલ ડિવાઇસીસ દ્વારા પોર્ન જોયું હતું. આ આંકડો વર્ષ 2017 કરતા 3% વધારે છે. […]

Relationships

દેશમાં જે દરથી સ્માર્ટફોનનો પ્રવેશ વધી રહ્યો છે, તે જ ઝડપે પોર્ન જોનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. વર્ષ 2019 માં, ભારત સ્માર્ટફોન પર પોર્ન જોવામાં મોખરે રહ્યુ હતુ. નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતમાં 89% લોકોએ 2019 માં મોબાઇલ ડિવાઇસીસ દ્વારા પોર્ન જોયું હતું. આ આંકડો વર્ષ 2017 કરતા 3% વધારે છે. 2017 માં, ભારતમાં મોબાઇલ ડિવાઇસીસ દ્વારા પોર્ન 86% લોકોએ જોયુ હતુ.

Related image

એડલ્ટ મનોરરંજન સાઇટ પોર્નહબ મુજબ, સમગ્ર દુનિયામાં પ્રત્યેક 4 માંથી 3 લોકો મોબાઇલ પર પોર્ન જુએ છે. તેનો અર્થ એ કે ડેસ્કટોપ અને લેપટોપ જેવા ઉપકરણો લોકો માટે પોર્ન જોવાની ગૌણ પસંદગીઓ બની ગયા છે. પોર્નહબનો મોબાઇલ ટ્રાફિકનો વૈશ્વિક સ્તરે 2019 માં હિસ્સો 77% પર પહોંચી ગયો હતો, જે એક વર્ષ અગાઉનાં વર્ષ કરતા 10% વધારે છે. મોબાઇલ પર પોર્ન જોવાનાં કિસ્સામાં અમેરિકા 81% સાથે બીજા નંબરે છે અને 79% સાથે બ્રાઝિલ ત્રીજા નંબરે છે. વળી, જાપાનમાં 70% લોકો મોબાઇલથી પોર્નહબ પર પહોંચ્યા, જ્યારે યુકેમાં 74% લોકોએ મોબાઇલ પર પોર્ન જોયું.

Related image

સસ્તા ડેટા પ્લાન અને મોંઘા સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડાને કારણે દેશમાં મોબાઇલ પર પોર્ન જોનારાઓની સંખ્યામાં વધારો થયો છે. ભારતમાં 450 કરોડથી વધુ સ્માર્ટફોન યૂઝર્સ છે અને સસ્તા ડેટા પ્લાનને કારણે યૂઝર્સ માટે મોબાઈલ પર ઇન્ટરનેટ સર્ફ કરવાનું સરળ થઈ ગયું છે. મોબાઈલ એનાલિટિક્સ સાઇટ એપ્લિકેશન એની અનુસાર, 100 ડાઉનલોડ કરેલી મફત અથવા પેઇડ એપ્લિકેશન્સમાંથી એક પણ પોર્નોગ્રાફી એપ્લિકેશન નથી. આનો અર્થ એ છે કે લોકો પોર્ન જોવા માટે હજી પણ બ્રાઉઝરનો ઉપયોગ કરી રહ્યાં છે.

Related image

પોર્નહબનાં ‘યર ઇન રિવ્યૂ’ અહેવાલમાં બહાર આવ્યું છે કે, 2013 માં, મોબાઇલ ટ્રાફિકનો હિસ્સો પોર્નહબનાં કુલ ટ્રાફિકમાં માત્ર 40% હતો. મોબાઈલ પર પોર્ન જોવાનો ટ્રેન્ડ તમામ મોટા પોર્નહબ બજારોમાં જોવા મળ્યો હતો. પોર્નહબે એ પણ ડેટા જાહેર કર્યો છે કે, કયા એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કેટલીવાર પોર્ન જોવામાં આવી હતી. 2019 માં, પોર્નહબનો 48% ઓન્ડ્રોઇડ ટ્રાફિક એન્ડ્રોઇડ પાઈ ઓપરેટિંગ સિસ્ટમમાંથી આવ્યો. વળી, 23% ઓરિયોથી અને 12% નૂગા ઓપરેટિંગ સિસ્ટમમાંથી આવ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.