Toxic Relationship Habits: કોઈપણ સંબંધને ટકાવી રાખવા માટે જેટલું જરૂરી સાચું બોલવું છે, એટલું જ જરૂરી ખોટું બોલતા અટકવું છે. મજબૂત સંબંધ એ જ છે જ્યાં શબ્દોનો ઉપયોગ સમજી-વિચારીને કરવામાં આવે. અહીં કેટલીક એવી વાતો છે જે સંબંધમાં કડવાશ લાવી શકે છે:
Relationship પર પસ્તાવો વ્યક્ત કરવો
ભલે ગમે તેવો મોટો ઝઘડો થયો હોય, પણ ક્યારેય એવું ન કહેવું જોઈએ કે “મને તારી સાથેના સંબંધ પર પસ્તાવો છે.” ગુસ્સામાં કહેવાયેલું આ એક વાક્ય સામેની વ્યક્તિનો ભરોસો તોડી નાખે છે અને તેને અહેસાસ કરાવે છે કે તેની તમારા જીવનમાં કોઈ કિંમત નથી. આ વાત સંબંધને પાયામાંથી નબળો પાડી શકે છે.
આર્થિક સ્થિતિ પર ટોણા મારવા
પૈસાની બાબત ઘણી અંગત હોય છે. તમારા પાર્ટનરની કમાણી કે આર્થિક સ્થિતિ વિશે ટોણા મારવા કે બીજા સાથે સરખામણી કરવી એ ખોટું છે. આવી વાતો પાર્ટનરના મનમાં લઘુતાગ્રંથિ (પોતે અયોગ્ય હોવાની ભાવના) પેદા કરી શકે છે અને તમારા પ્રત્યેનો તેમનો આદર ઓછો કરી શકે છે.
પરિવાર કે મિત્રો વિશે ખરાબ બોલવું
દરેક વ્યક્તિ માટે તેનો પરિવાર અને મિત્રો ખાસ હોય છે. જો તમે તેમના નજીકના લોકો વિશે ખરાબ બોલશો અથવા તેમને નીચા દેખાડશો, તો તેનાથી સંબંધમાં માનસિક અંતર વધી જશે. પાર્ટનરને (Relationship) એવું લાગશે કે તમે તેમના જીવન સાથે જોડાયેલા લોકોનો આદર નથી કરતા.
નબળાઈઓનો મજાક ઉડાવવો
દરેક વ્યક્તિમાં કોઈને કોઈ નબળાઈ કે ડર (Insecurity) હોય છે. પ્રેમનો અર્થ એકબીજાને ટેકો આપવો છે, નહીં કે તેમની કમીઓને હથિયાર બનાવીને મજાક ઉડાવવો. પાર્ટનરની નબળાઈ પર મજાક કરવાથી તેઓ તમારાથી વાતો છુપાવવા લાગશે અને સંબંધમાં વિશ્વાસની કમી સર્જાશે.
યાદ રાખો, એક ખોટો શબ્દ વર્ષોથી બનેલા સુંદર સંબંધને (Relationship) પળવારમાં નુકસાન પહોંચાડી શકે છે. તેથી હંમેશા શબ્દોની પસંદગી સમજી-વિચારીને કરો.


