Gujarat Local Body Election 2026/ DGPની હાઈલેવલ બેઠકમાં કડક સૂચનાઓ

DGPએ સ્પષ્ટ કર્યું છે કે શાંતિપૂર્ણ અને નિર્ભય મતદાન પોલીસની પ્રથમ પ્રાથમિકતા છે

Gujarat
ગાંધીનગર ખાતે રાજ્યના DGPની અધ્યક્ષતામાં યોજાયેલી હાઈલેવલ બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને વિશાળ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે

Gujarat Local Body Election 2026/  ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બની ગયું છે. ગાંધીનગર ખાતે રાજ્યના DGPની અધ્યક્ષતામાં યોજાયેલી હાઈલેવલ બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને વિશાળ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. બેઠકમાં તમામ ઉચ્ચ અધિકારીઓને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવ?સ્થા જળવાઈ રહે તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.

રાજ્યભરમાં જંગી પોલીસ બંદોબસ્ત

ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજ્યભરમાં જંગી પોલીસ કાફલો તૈનાત કરવામાં આવશે. આયોજન મુજબ 59,525 હોમગાર્ડ અને GRD જવાનોને ફરજ પર મુકવામાં આવશે, જે વિવિધ વિસ્તારોમાં સુરક્ષા સંભાળશે.

વધારાની ફોર્સનું ડિપ્લોયમેન્ટ

પોલીસ વિભાગે વધુ મજબૂતી માટે 41,383 વધારાના જવાનોની ફોર્સ પણ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ, CCTV મોનિટરિંગ અને આધુનિક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે.

સરહદો પર કડક ચેકિંગ

ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વોને રોકવા માટે આંતર-જિલ્લા તેમજ આંતર-રાજ્ય સરહદો પર સઘન ચેકિંગના આદેશ આપવામાં આવ્યા છે.

નિર્ભય મતદાન માટે પ્રયાસ

DGPએ સ્પષ્ટ કર્યું છે કે શાંતિપૂર્ણ અને નિર્ભય મતદાન પોલીસની પ્રથમ પ્રાથમિકતા છે. દરેક બૂથ પર પૂરતો બંદોબસ્ત રાખવામાં આવશે જેથી મતદારો ભયમુક્ત વાતાવરણમાં પોતાનો મત આપી શકે.


આ પણ વાંચો : બનાસકાંઠાના સરહદી પંથકમાં ધરણીધર મંદિરે સેવા-પૂજાના હક્ક મુદ્દે વિવાદ, પોલીસ બંદોબસ્ત વચ્ચે આરતી સંપન્ન

આ પણ વાંચો : જૂનાગઢમાં ગેરકાયદે જમીનો પર તંત્રનું બુલડોઝર ફર્યું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન

આ પણ વાંચો : દ્વારકા-જામનગર હાઇવે પર દબાણ પર ચાલ્યું બુલડોઝર,ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જમીન ખુલ્લી કરાવી