અમદાવાદ
કોંગ્રેસ પ્રદેશે શિસ્ત ભંગના મામલે વધુ 14 હોદેદારોની નોટિસ ફટકારી. જેમાં AMC વિપક્ષના નેતા દિનેશ શર્મા સહિત તેના બે સહયોગી મનુભાઇ પટેલ અને કમલેન્દ્ર સિંહને પણ નોટીસ પણ ફટકારી ત્યારે ઉલ્લેખનિય છે કે, કોંગ્રસના દેશભરમાં વળતા પાણી છે.
ગુજરાત વિધાનસભાની ચુંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર નેતાઓ-કાર્યકર્તાઓ સામે કડક કાર્યવાહીની કોંગ્રેસની જાહેરાતો પોકળ સાબિત થઈ છે. કોંગ્રેસ દ્વારા આવા નેતાઓ-કાર્યકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી છે પરંતુ આજ દિવસ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
જે અંગે હાઈકમાન્ડની નારાજગી બાદ કોંગ્રેસ સફાળુ જાગ્યુ છે અને વધુ ૧૪ નેતાઓને કારણદર્શક નોટિસ ફટકારાઈ છે. તેમજ પાંચ દિવસની અંદર પોતાનો ખુલાસો રજુ કરવા આદેશ અપાયો છે. જે નેતાઓને નોટિસ ફટકારાઈ છે તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા દિનેશ શર્મા, કાલીદાસ પરમાર, હરેશ વસાવા, જયંતી વસાવા, દિનેશ તડવી, કમલેન્દ્રસિંહ કુંવર, અમિત નાયક, ગીરીશ ડોડીયા, મનુભાઈ પટેલ, પ્રવિણ પરમારનો સમાવેશ થાય છે.
આ પહેલા કોંગ્રેસ તરફથી ૪૫ નેતા-કાર્યકર્તાઓને શિષ્તભંગની નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો હતો. પરંતુ આજ દિવસ સુધી ૪૫ પૈકી માત્ર ૨૦ નેતાઓએ જ પોતાનો ખુલાસો રજુ કર્યો છે. જ્યારે બાકીના નેતાઓએ ખુલાસો રજુ કરવાનુ તો દૂર રહ્યુ નોટિસનો જવાબ આપવાનુ પણ ટાળ્યુ છે.
જોકે તેમ છતાં એકપણ કાર્યકર્તા કે નેતા સામે કોઈ પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના આવા ઉદાસીન વલણ સામે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ નારાજગી દર્શાવી છે. તેમજ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર નેતાઓ સામે કેવા પગલા લેવામાં આવ્યા તેની માહિતી માંગી છે.
ગુજરાતમા વિધાનસભાની ચૂંટણીમાં કોંગેસને થોડી વથુ બેઠકો મળી. પણ આંતરિક જુથવાદને કારણે કોંગેસ સત્તા મેળવી શકી નહી. તાજેતરમાં રાહુલ ગાંધી કોગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ જળમુળથી ફેરફાર કરાવી રહ્યા છે. જેના અનુસંઘાને ગુજરાતમાં પ્રદેશ માળખુ વધુ શિસ્ત બદ્ધ અને પ્રભાવશાળી બનાવી રહ્યા છે.
