Surendranagar/ સુરેન્દ્રનગર ખાતે કેબિનેટ મંત્રી દ્વારા સર્વે બાબતે બેઠક કરાઈ, છતાં ધારાસભ્યએ લખ્યો પત્ર

ભારેથી અતિ ભારે વરસાદ સમગ્ર ગુજરાતને ઘમરોડ્યું છે અને જગતના તાત ને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ બાબતે ગુજરાત સરકાર અતિ ચિંતામાં છે અને ખેડૂતોને વળતર ચૂકવવા સર્વે સહિતની કામગીરીઓ પણ આરંભી દેવામાં આવી છે ત્યારે ખેડૂતોને થયેલ નુકસાનના વળતર બાબતે સુરેન્દ્રનગર ખાતે ૩ દિવસ પહેલા…………

Top Stories Gujarat

Surendranagar News: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાની દસાડા વિધાનસભા (Dasada Assembly) બેઠકના ભાજપના ધારાસભ્ય પી.કે‌.પરમાર દ્વારા વિધાનસભા વિસ્તારમાં અતિવૃષ્ટિથી ખેતીના પાકને થયેલ નુકસાન પેટે વળતર આપવા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે ૩ દિવસ પહેલા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા સુરેન્દ્રનગર ખાતે અતિવૃષ્ટિ બાબતે બેઠક કરવા છતાં ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાયુ હતું.

ભારેથી અતિ ભારે વરસાદ સમગ્ર ગુજરાતને ઘમરોડ્યું છે અને જગતના તાત ને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ બાબતે ગુજરાત સરકાર અતિ ચિંતામાં છે અને ખેડૂતોને વળતર ચૂકવવા સર્વે સહિતની કામગીરીઓ પણ આરંભી દેવામાં આવી છે ત્યારે ખેડૂતોને થયેલ નુકસાનના વળતર બાબતે સુરેન્દ્રનગર ખાતે ૩ દિવસ પહેલા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં વિસ્તાર બાબતે તમામ વિગતો મેળવવામાં આવી હતી અને સર્વે કામગીરી હાથ ધરવા સહિતની બાબતે ચર્ચા કરાઈ હતી પરંતુ દસાડાના ધારાસભ્ય પી.કે.પરમારએ 31 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે જેના કારણે સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને દસાડાના ધારાસભ્યને જ સરકાર પર વિશ્વાસ ન હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે સ્થાનિક રાજકારણમાં ધારાસભ્યના પત્રને લઈ અને ચર્ચાઓ થઈ રહી છે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની રૂબરૂ મુલાકાત લેવામાં આવી સર્વે તથા વળતર બાબતે તમામ ચર્ચાઓ પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે છતાં ચાર દિવસ બાદ દસાડાના ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખતા સ્થાનિક સોશિયલ મીડિયામાં દસાડાના ધારાસભ્ય પીકે પરમારનો પત્ર ચર્ચાનો વિષય બન્યો હતો.

વરસાદ બંધ થયા બાદ પૂરગ્રસ્ત લોકોની મુલાકાત સમયે ધારાસભ્યે ફોટો સેશન કરાવતા રોષ‌

દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર વરસાદ રહી ગયા બાદ પુર ગ્રસ્ત સ્થળોએ ફરવા નીકળ્યા હતા જ્યારે લોકોને તેમની જરૂર હતી ત્યારે મુલાકાત સુધ્ધા પણ ન કરી અને વરસાદ થંભી ગયા પછી મુલાકાત લઈ રહ્યા છે અને ફોટો સેશન કરાવી વાહ વાહી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે ફોટો સેશનમાં ધારાસભ્ય હસતા મુખે જોવા મળતા ભોગ બનનારની વેદનાની તેમને કંઈ જ ફેર ન પડતો હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો.

@પ્રિયકાંત ચાવડા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટડી ખાતે ફીઝીયોથેરાપી સેન્ટર પર તાળા, દર્દીઓ ખાનગી સેન્ટરમાં સારવાર લેવા મજબૂર

આ પણ વાંચો:દસાડા તાલુકામાં અનરાધાર વરસાદે સર્જી તારાજી

આ પણ વાંચો:દસાડા તાલુકાના વિસાવડી ગામ પાસે હીટ એન્ડ રનની ઘટના