Not Set/ સ્પોર્ટ્સ/ આજે રમાશે શ્રેણીની અંતિમ મેચ, ભારતે ટોસ જીતી પહેલા બેટિંગનો કર્યો નિર્ણય, સ્ટેડિયમ જોવા મળશે ધોની

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ આજે રાંચીનાં જેએસસીએ સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયાને શ્રેણીમાં 2-0થી અજેય લીડ મળી છે, તેણે પહેલા બે મેચમાં એક તરફી જીત મેળવી હતી, પરંતુ કેપ્ટન વિરાટ કોહલીએ સ્પષ્ટ કહ્યું છે કે, ત્રીજી મેચમાં પણ તે વિરોધી ટીમને કોઈ ઢીલ નહીં આપે અને 3-0 […]

Top Stories Sports

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ આજે રાંચીનાં જેએસસીએ સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયાને શ્રેણીમાં 2-0થી અજેય લીડ મળી છે, તેણે પહેલા બે મેચમાં એક તરફી જીત મેળવી હતી, પરંતુ કેપ્ટન વિરાટ કોહલીએ સ્પષ્ટ કહ્યું છે કે, ત્રીજી મેચમાં પણ તે વિરોધી ટીમને કોઈ ઢીલ નહીં આપે અને 3-0 થી ક્લીન સ્વીપનાં ઉદ્દેશથી તેઓ રમશે.

દક્ષિણ આફ્રિકાની ટીમ માટે ક્લીન સ્વીપ ટાળવાની આ છેલ્લી તક છે. સુકાની ફાફ ડુ પ્લેસીસે કહ્યું છે કે, દક્ષિણ આફ્રિકાનાં બેટ્સમેનોને ભારત સામેની મેચ જીતવા માટે લાંબી ઇનિંગ્સ રમવી પડશે, પરંતુ મહેમાન ટીમ આમ કરવામાં નિષ્ફળ ગઈ છે. આ શ્રેણી દક્ષિણ આફ્રિકાના હાથમાંથી ભલે નીકળી ગઈ, પરંતુ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપનાં 40 મહત્વનાં મુદ્દા આ મેચને રસપ્રદ બનાવશે. બંને ટીમો પોઇન્ટ મેળવવા માટે જીતનાં ઇરાદા સાથે મેદનમાં ઉતરશે.

ભારત

મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાહબાઝ નદીમ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.