Sabarkantha News/ ઘરના જ ભેદુએ લંકા ઢાળી! લગ્નમાં ગયેલા પરિવારનું ઘર સાફ કરનાર શખ્સ હવે પોલીસના સકંજામાં

Sabarkantha Prantij Sonasan Theft Case: સાબરકાંઠાના સોનાસણ ગામે બંધ મકાનમાંથી 350 ગ્રામ સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો. એલસીબીએ ગામના જ રાજ પટેલને મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.

Gujarat Others Trending
Sabarkantha LCB Crime News

Sabarkantha LCB Crime News: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામમાં ચારેક દિવસ અગાઉ થયેલી રૂા. 14.75 લાખના સોનાના દાગીનાની ચોરીનો ભેદ સાબરકાંઠા એલસીબીએ ઉકેલી કાઢ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ચોરી કરનાર બીજું કોઈ નહીં પણ ફરિયાદીના મહોલ્લામાં રહેતો અને ગામનો જ શખ્સ નીકળ્યો છે. પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

સોનાસણ ગામના ભુરીવાસમાં રહેતા સુનિલ વિષ્ણુભાઈ પટેલ ગત 10 ફેબ્રુઆરીના રોજ પરિવાર સાથે ગાંધીનગરના ચંદ્રાલા ગામે સમાજના સમૂહ લગ્નમાં ગયા હતા. ઘર બંધ હોવાનો ફાયદો ઉઠાવીને મહોલ્લામાં જ રહેતા રાજ ભૂપેન્દ્ર પટેલે ઘરનું તાળું ખોલી તિજોરીના લોકરમાંથી અંદાજે 350 ગ્રામ સોનાના દાગીના (કિંમત રૂા. 14.75 લાખ) ચોરી કરી લીધા હતા.

Sabarkantha LCB Crime News

સમૂહ લગ્નમાં હાજરી આપી અને ચોરી કરવા પરત આવ્યો

આરોપી રાજ પટેલની કબૂલાત મુજબ, તે પોતે પણ ચંદ્રાલા ગામે સમૂહ લગ્નમાં હાજર હતો. ત્યાં તેણે જોયું કે સુનિલભાઈનો પરિવાર ત્યાં જ છે, એટલે તેણે તરત જ સોનાસણ પરત આવીને બંધ મકાનમાં હાથફેરો કર્યો હતો. ચોરી કર્યા બાદ તે કોઈને શંકા ન જાય તે રીતે ફરી પાછો ચંદ્રાલા ગામે લગ્નમાં પહોંચી ગયો હતો.

દાગીના ફોઈના દીકરાના ઘરે છુપાવ્યા

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ચોરી કર્યા બાદ રાજ પટેલે આ તમામ દાગીના છુપાવવા માટે પોતાના ફોઈના દીકરા પ્રતિક દિલીપભાઈ પટેલને સાચવવા માટે આપ્યા હતા. જોકે, એલસીબી અને એસઓજી પીઆઈ ડી.સી. પરમારની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને શંકાસ્પદ હિલચાલના આધારે રાજ પટેલની ધરપકડ કરી હતી.

Sabarkantha LCBએ આરોપીની કરી અટકાયત 

શુક્રવારે પોલીસે રાજ પટેલની અટકાયત કરી આકરી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી 14.75 લાખના દાગીના અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી પ્રાંતિજ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

@ દીપકસિંહ રાઠોડ 


આ પણ વાંચો:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો,મૃતકના ખિસ્સા માંથી રૂ.19,800 ગાયબ

આ પણ વાંચો:રાજકોટમાં આંગણવાડી ફૂડ પેકેટની ચોરીનો પ્રયાસ નિષ્ફળ, 36 બાચકા જપ્ત

આ પણ વાંચો:રાજકોટના વીંછિયામાં લાખોના વાયરની ચોરી કરનારા ઝડપાયા