Lifestyle/ દુનિયામાં સૌથી ઊંચા માણસો કયા દેશના છે? ભારતમાં 5 વર્ષથી ઓછી વયના 35% બાળકોને સ્ટન્ટિંગ સમસ્યા…

Children’s Height (બાળકોની હાઇટ) સરેરાશ કરતા ઓછી હોવાની અને વિકાસ ધીમો હોવાની સમસ્યા ભારતમાં ગંભીર છે. દર ત્રીજું બાળક સ્ટન્ટિંગ પ્રોબ્લેમથી પીડાય છે!

Lifestyle Tips & Tricks Health & Fitness Trending
Children's Height, બાળકોની હાઇટ, ભારત, કુપોષણ, યોગાસન

Lifestyle: ભારતના લોકો (Indians) શારીરિક ઊંચાઇના મામલે દુનિયાભરમાં ઘણું જ નીચું સ્થાન ધરાવે છે. આપણા દેશમાં બાળકોની હાઇટ  (Children’s Height, India) ઉંમર પ્રમાણે યોગ્ય રીતે વધી નથી રહી..અહિં પુરુષોની સરેરાશ હાઈટ 5 ફીટ 4 ઈંચ જેટલી છે જ્યારે મહિલાઓની સરેરાશ ઊંચાઇ 5 ફીટ છે! અહિં ચિંતાની બાબત એ છે કે, આપણા દેશનું દર ત્રીજું બાળક સ્ટન્ટેડ (Stunted) અર્થાત્ અત્યંત ધીમા વૃદ્ધિ અને વિકાસની સ્ટન્ટિંગ સમસ્યા (Child Stunting Problem)થી પીડાય છે. એની ઉંમર પ્રમાણે બાળવિકાસ નથી થઇ રહ્યો!

વિશ્વના સૌથી ઊંચા માણસો (World’s Tallest People) ક્યાં વસે છે એ વિશે તમે જાણો છો ખરા? નેધરલેન્ડ્સ (Netherlands)ના લોકો સૌથી વધુ ઊંચાઇ (Height) ધરાવે છે જ્યાં સરેરાશ ઊંચાઇ 6 ફીટથી વધારે હોય છે! મૉન્ટેનેગ્રો, એસ્ટોનિયા, આઇસલેન્ડ આ તમામ દેશોના લોકો પણ ઘણી હાઈટ ધરાવે છે અને આ બાબતમાં વિશ્વમાં મોખરે છે.

Children's Height, બાળકોની હાઇટ, ભારત, કુપોષણ, યોગાસન

ભારતમાં બાળકોની હાઈટ (Children’s Height) કેમ ઘટી રહી છે?

ભારતમાં 5 વર્ષથી ઓછી વયના આશરે 35% બાળકોમાં સ્ટન્ટિંગ (Stunting) અર્થાત્ ઉંમર પ્રમાણે ઓછી હાઈટ હોવાની સમસ્યા છે. જેના મુખ્ય કારણો જોઇએ તો એમનામાં પોષણનો અભાવ (Malnutrition) છે ઉપરાંત, આનુવંશિકતા અને એનિમિયા (Genetic & Anemia) અન્ય કારણો છે. દૂધ, દહીં, ઈંડા સહિતના સંતુલિત આહાર તેમજ શારીરિક વ્યાયામ અને નિયમિત તબીબી તપાસ દ્વારા બાળકોની ઊંચાઈમાં વધારો કરી શકાય છે.

Children's Height, બાળકોની હાઇટ, ભારત, કુપોષણ, યોગાસન

ભારતીય બાળકોમાં ધીમા વૃદ્ધિ અને વિકાસની સ્ટન્ટિંગ સમસ્યા (Stunting Problem)

આધારભૂત આંકડા જણાવે છે કે, ભારતમાં 5 વર્ષથી ઓછી વયના 35% બાળકો સ્ટન્ટિંગ (ધીમો શારીરિક વિકાસ), 17% વાસ્ટિંગ (ઓછું વજન ધરાવવું) અને 33% બાળકો અંડરવેઇટ (નિયત સૂચિકાંકથી પણ ઓછું વજન) છે.

આપણા દેશમાં આખરે બાળકોની લંબાઈ કેમ ઘટી રહી છે એવો પ્રશ્ન તમને થતો જ હશે…આનું કારણ બિલકુલ સ્પષ્ટ છે અને એ છે બાળપણમાં જ કુપોષણ, પ્રોટીનની ઉણપ, આયર્ન, ઝીંક જેવા માઇક્રો-ન્યૂટ્રિયન્ટ્સની ઉણપ….આ ઉપરાંત, ઓનલાઇન ગેઇમ્સ (Online Games)માં કલાકો સુધી સમય વ્યતીત કરતા અને પ્લેગ્રાઉન્ડની રમતોથી વેગળા થઇ ગયેલા બાળકોનો વધુપડતો સ્ક્રિન ટાઇમ (Screen Time) પણ આમાં એટલો જ જવાબદાર છે.

8 વર્ષથી 18 વર્ષની વય વિકાસ માટેનો સોનેરી સમય ગણાય છે કારણ કે, ત્યારે ગ્રોથ પ્લેટ્સ ખૂલે છે. જો આ ઉંમર દરમિયાન, શરીરને યોગ્ય આહાર, ઉચિત માત્રામાં સૂર્યપ્રકાશ, 8 થી 10 કલાકની નિંદ્રા અને યોગ્ય એક્સર્સાઇઝ ન મળે તો પછીથી હાઈટ વધવાનો મોકો નથી મળતો! આમાં કેવળ લંબાઇનો જ નહિં પરંતુ આગળની પેઢીમાં શક્તિનો વારસો આપવાની બાબત પણ સામેલ છે.યોગાસન સહાયક બની શકે

Children's Height, બાળકોની હાઇટ, ભારત, કુપોષણ, યોગાસન

સૂર્યનમસ્કાર સૌથી પ્રભાવશાળી યોગાસન

નિષ્ણાતોના મતે, યોગાસન એ એક એવું પરિબળ છે જે ઊંચાઇ વધારવામાં ઘણી મદદ કરી શકે છે. યોગને સમગ્ર શરીર માટેનું પૂર્ણ ગ્રોથ પેકેજ કહી શકાય…સૂર્યનમસ્કાર (Suryanamaskar) આમાં સૌથી પ્રભાવશાળી સાબિત થાય છે. જ્યારે તમે એ કરો છો ત્યારે આગળ ઝૂકતા હૅમસ્ટ્રિંગ સ્ટ્રેચ થાય છે અને પાછળની તરફ ઝૂકતી વખતે કરોડરજ્જૂ (Spine) લવચીક બને છે. શરીર ઉપર તરફ સ્ટ્રેચ થાય છે ત્યારે શરીરના ગ્રોથ હોર્મોન્સ (Growth Hormones) એક્ટિવ બને છે.

રિસર્ચ કહે છે કે, 80% કિસ્સાઓમાં હાઈટ કેટલી હશે એ આનુવંશિક અર્થાત્ જીનેટિક વારસા પર આધારિત હોય છે પરંતુ, 20% થી 40% ટકા કિસ્સામાં લાઇફસ્ટાઇલ પર નિર્ભર કરે છે…આનો અર્થ એ થયો કે, તમારી હાઈટ કેટલી વધશે એ બાબત અડધી તમારા પૂર્વજો ના શારીરિક બંધારણ પર અને અડધી તમારી મહેનત પર નિર્ભર હોય છે.

Children's Height, બાળકોની હાઇટ, ભારત, કુપોષણ, યોગાસન

બાળકોની ઊંચાઇ વધારવાની ટિપ્સ (Tips To Increase Children’s Height)

આયુર્વેદ નિષ્ણાતો (Ayurveda Experts)ના મતાનુસાર, બાળકોની હાઇટ વધારવા માટે અનેક ઉપાયો કરી શકાય એનાથી અવશ્ય લાભ થશે…વિકસતી વયના બાળકોને દરરોજ કોઇ ને કોઇ પ્રકારનો વ્યાયામ (Exercise) અવશ્ય કરાવવો. આમ કરવાથી ગ્રોથ હોર્મોન એક્ટિવ બને છે. વ્યાયામ કરવાથી કરોડરજ્જુ, સ્નાયુઓનું સ્ટ્રેચિંગ, બોડી પોશ્ચરમાં સુધારો થવો અને હાડકાં મજબૂત થવા જેવા અનેક ફાયદા થાય છે. સ્થૂળતા (Obesity) પણ એનાથી કંટ્રોલ થાય છે.

ઘરે બનાવેલો આહાર ઉત્તમ છે અને બાળકોના ફળ તથા શાકભાજીની માત્રા વધારવી. જંક ફૂડ (Junk Food) તદ્દન ઓછું કે બંધ કરવું અને વર્કઆઉટ ઉપરાંત યોગાસન (Yogasana) કરાવવા…સ્ક્રીન ટાઇમ નિયત કરી દેવો. બાળકોની દિનચર્યા નિર્ધારિત રહે એવી ટેવ પાડવી જેમ કે, સવારે જલ્દી ઉઠવું, રાત્રે સમયસર સૂવું, ટાઇમ ટેબલ બનાવવું અને ઓછામાં ઓછા 30 મિનિટનો વર્કઆઉટ એમાં સામેલ કરવો.

આ ઉપરાંત, બાળકોને દૂધ, ઘી, બદામ, અખરોટ, બનાના શેક, ખજૂર-અંજીર શેક તથા ફણગાવેલા કઠોળ વગેરે કેલ્શિયમ અને પ્રોટીનયુક્ત આહાર (Protein & Calcium Rich Food) એમના વિકાસ માટે જરૂરી છે. દૂધમાં અડધી ચમચી અશ્વગંધા (Ashwagandha) પાવડર ભેળવીને આપવાથી હાડકાં મજબૂત બને છે અને શારીરિક વૃદ્ધિમાં મદદ મળે છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: લિવરને ધીમે-ધીમે ખતમ કરી નાખશે ખાન-પાનની આ કુટેવો…ફેટી લિવર અંગે ડૉક્ટરની ચેતવણી..!

આ પણ વાંચો: લિવરને હૅલ્ધી રાખવા માગો છો? તો રોજ પીઓ બ્લેક કૉફી…ફેટી લિવરનું જોખમ ઘટાડો!

આ પણ વાંચો: પગને જોઈ ઓળખો, લિવર ખરાબ છે કે નહીં…