Rajkot News: રાજકોટ પોલીસે વીંછિયા વિસ્તારમાં PGVCLની લાખો રૂપિયાના વાયરોની ચોરીનો કેસ ઉકેલી નાખ્યો છે. રાજકોટ પોલીસની LCB ટુકડીએ વીંછિયા વિસ્તારમાં PGVCLમાંથી લાખો રૂપિયાના એલ્યુમિનિયમ અને કોપર વાયરની ચોરીનો કેસ ઉકેલી નાખ્યો છે.
રાજકોટ પોલીસની LCB ટુકડીએ આ ચોરીના કેસના આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે તેઓ કચ્છના અંજારના રહેવાસી છે અને તેથી તે દિશામાં તપાસ આગળ ધપાવી. રાજકોટ પોલીસની LCB ટીમે કચ્છના અંજારથી બે જણાની ધરપકડ કરી છે અને મોટી માત્રામાં કિંમતી વસ્તુઓ જપ્ત કરી. એલસીબી ટીમે બે આરોપીઓ, અશોક જીવા ઠક્કર અને બાબુ ભીખા વાડેયાની ધરપકડ કરી.
તેમણે ચોરીમાં વપરાયેલ વાહન અને 950,000 રૂપિયાની કિંમતી વસ્તુઓ સહિત 2360 કિલો એલ્યુમિનિયમ અને કોપર વાયર જપ્ત કર્યા. ધરપકડ કરાયેલા આરોપીઓને હાલમાં વીંછિયા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને કિંમતી વસ્તુઓ પણ વીંછિયા પોલીસ સ્ટેશનમાં જ છે. પોલીસ ચોરીની વધુ તપાસ કરી રહી છે. પોલીસ આ કેસમાં પણ હજી વધુ તપાસ કરી રહી છે.
પોલીસ હવે તપાસ એ કરી રહી છે કે આરોપીઓને વાયર આટલા મોઘા હોવાની કઈ રીતે ખબર પડી. શું તેઓનો આ જ કારોબાર છે. તેઓ આ રીતે અગાઉ વાયરોની ચોરી કરી હતી. આ અગાઉ આરોપીઓ આ પ્રકારના વાયરોની કેટલી ચોરી કરી ચૂક્યા છે. પોલીસને લાગે છે કે કદાચ અગાઉ કેટલાય સ્થળોએ થયેલી વાયરોની ચોરીનો ભેદ પણ આ ચોરો પકડાવવાના કારણે ખૂલી શકે તેમ છે. આના કારણે તેઓ અત્યાર સુધીમાં કેટલી રકમના આવા વાયરોની ચોરી કરી ચૂક્યા છે તેની પણ ખબર પડશે. આમ કદાચ આખા રાજ્યમાંથી થતી વાયરોની ચોરી પર પણ મોટો પ્રકાશ પડી શકે તેમ છે એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: Rajkot News/560 કરોડના 17 બોગસ દસ્તાવેજો બન્યા, રાજકોટની કૌભાંડી ત્રિપુટીએ રચ્યો ખેલ
આ પણ વાંચો: Rajkot News/રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા
આ પણ વાંચો: Rajkot News/રાજકોટ મેટોડા GIDC ફેકટરીમાં ભીષણ આગ, 2 હજાર જેટલા કામદારો ઘટના સ્થળે હતાં હાજર…..

