Gandhinagar News/ ગાંધીનગરમાં લાંચ લેતા RTO Inspector ની ધરપકડ

આરટીઓમાં ઓનલાઈન અરજી સંદર્ભે રૂ.1,000 ની લાંચ લેતા ACB એ ઝડપ્યો

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : ગાંધીનગરમાં RTO ની ઓનલાઈન કામગીરી માટે રૂ.1,000 ની લાંચ લેતા RTO Inspector હિતેન્દ્રસિંહ જામસિંહ પરમાર તથા પ્રજાજન દિપેનભાઈ ઉર્ફે ચિન્ટુ જીતેન્દ્રભાઇ રામીની ACB એ ધરપકડ કરી હતી. આ કેસની વિગત મુજબ ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે આવતા અરજદારો પાસેથી એનકેન પ્રકારે બહાના કાઢી ઓનલાઈન કામગીરી અર્થે આર.ટી.ઓ કચેરીના અધિકારી/કર્મચારીઓ દ્વારા રૂ.૧૦૦ થી રૂ.૧૦૦૦ સુધીની માંગણી કરવામાં આવતી હતી.

જેને આધારે આજરોજ વોચ રાખી લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક જાગૃત નાગરિક એજન્ટની કામગીરી કરતા હોવાથી તેમના અસીલોના બે કોમર્શિયલ વાહનોનો આજીવન ટેક્સ ભરવા માટે આર.ટી.ઓ કચેરી ખાતે ઓનલાઈન કામગીરી માટે આરોપી RTO Inspector હિતેન્દ્રસિંહ પરમારને મળ્યા હતા. તેમણે અન્ય આરોપી દિપેન રામીનેને મળવાનું કહેતાં જાગૃત નાગરિક આરોપી દિપેન રામીને મળ્યો હતો.

તેણે કરેક્શન ફોર્મ માં સહી કરેલ અને હિતેન્દ્ર પરમાર પાસે મોકલતા તેણે પણ કરેક્શન ફોર્મમાં સહી કરી હતી. બાદમાં આરોપી દિપેન રામીએ આ કામ પેટે રૂપિયા ૧000 ની માંગણી કરી સ્વીકારી બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી બન્ને આરોપીઓ ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે પકડાઈ ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગરમાં ડીઝલ ચોરોનો આતંક! ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

આ પણ વાંચો:ગાંધીનગર જીલ્લાના રકનપુરમાંથી 73 લાખના દારૂ સાથે 1 કરોડનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો:ગાંધીનગરમાં ફરિયાદી પાસે લાંચ માંગતા ACBએ ASIની કરી ધરપકડ