ધરતીકંપ/ આસામમાં એકવાર ફરી અનુભવાયા ભૂકંપનાં ઝટકા, રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઇ તીવ્રતા

આસામમાં આજે ફરીથી ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. આ વખતે આંચકા આસામનાં નાગાંવમાં અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0 મેગ્નિટ્યૂડ નોંધાઈ છે. ભૂકંપનાં આ ટામાં હાલમાં કોઈ જાન-માલનાં નુકસાનનાં સમાચાર નથી.

Top Stories India
123 179 આસામમાં એકવાર ફરી અનુભવાયા ભૂકંપનાં ઝટકા, રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઇ તીવ્રતા

આસામમાં આજે ફરીથી ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. આ વખતે આંચકા આસામનાં નાગાંવમાં અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0 મેગ્નિટ્યૂડ નોંધાઈ છે. ભૂકંપનાં આ ટામાં હાલમાં કોઈ જાન-માલનાં નુકસાનનાં સમાચાર નથી. સિસ્મોલોજીનાં નેશનલ સેન્ટરમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, આસામનાં નાગાંવમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. સવારે 7.45 વાગ્યે ભૂકંપનાં આંચકા આવ્યા હતા.

આંચકા અનુભવાતાં સ્થાનિકોમાં ગભરાહટ ફેલાઇ ગયો હતો અને લોકો તેમના ઘરની બહાર નીકળી ગયા હતા. છેલ્લા અઠવાડિયાથી સતત આસામમાં આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા વધુ ન હોવાના કારણે કોઈપણ પ્રકારનાં જાનમાલનાં નુકસાનનાં સમાચાર મળી રહ્યા નથી. જણાવી દઈએ કે, આ પહેલા 7 મે નાં રોજ આસામમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 માપવામાં આવી હતી. આપને જાણીને નવાઈ લાગશે કે દસ દિવસમાં આ ચોથીવાર છે કે જ્યારે આસામમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. 5 મે અને 3 મે નાં રોજ પણ આસામમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા.

sago str 8 આસામમાં એકવાર ફરી અનુભવાયા ભૂકંપનાં ઝટકા, રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઇ તીવ્રતા