Not Set/ CM યોગીનાં બદલા લેવાનાં નિવેદન પર કામ કરી રહી છે UP પોલીસ : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે, ઉત્તરપ્રદેશ સરકાર સામાન્ય લોકો પર જુલમ કરી રહી છે. પ્રિયંકા ગાંધીએ લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે, નાગરિકત્વ કાયદાની વિરુદ્ધ બોલવા પર ઉત્તરપ્રદેશ સરકારની કાર્યવાહી બર્બર છે, ઉત્તર પ્રદેશ પોલીસ સીએમ યોગીનાં બદલા  લેવાના નિવેદન પર કામ કરી રહી છે. પ્રિયંકાએ ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓ […]

Top Stories India
Gandhi Priyanka CM યોગીનાં બદલા લેવાનાં નિવેદન પર કામ કરી રહી છે UP પોલીસ : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે, ઉત્તરપ્રદેશ સરકાર સામાન્ય લોકો પર જુલમ કરી રહી છે. પ્રિયંકા ગાંધીએ લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે, નાગરિકત્વ કાયદાની વિરુદ્ધ બોલવા પર ઉત્તરપ્રદેશ સરકારની કાર્યવાહી બર્બર છે, ઉત્તર પ્રદેશ પોલીસ સીએમ યોગીનાં બદલા  લેવાના નિવેદન પર કામ કરી રહી છે. પ્રિયંકાએ ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરોને મુક્ત કરવા અને કોઈપણ અદાલતની કાર્યવાહી કર્યા વગર સંપત્તિ સીલ કરવાની પ્રક્રિયા બંધ કરવાની માંગ કરી છે.

સોમવારે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ આનંદીબેન પટેલને આ સમગ્ર મામલે મળ્યા હતા. રાજ્યમાં સીએએ અને એનઆરસી વિરુધ્ધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસનાં પ્રતિનિધિમંડળે રાજ્યપાલને એક નિવેદન રજૂ કર્યું છે. રાજ્યપાલને મળ્યા બાદ પ્રિયંકાએ એક પ્રેસ કોન્ફરન્સમાં ઉત્તર પ્રદેશ સરકાર પર સતામણી કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે.

પ્રિયંકાએ કહ્યું કે, મુખ્યમંત્રીએ બદલો લેવાની વાત કરી હતી અને ત્યારબાદ સામાન્ય લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ પહેલીવાર છે જ્યારે આ રીતે મુખ્યમંત્રીએ લોકોને બદલો લેવાની વાત કરી છે. પ્રિયંકાએ વારાણસી, લખનઉ, બિજનૌરમાં પોલીસ કાર્યવાહી અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બિજનૌરમાં બાળકનાં મોત બાદ પોલીસે પરિવારને ધમકી આપી હતી કે તેઓ કોઈને કંઈ પણ કહેશે તો સારું નહીં થાય. લખનઉમાં સદફ ઝફરને ફેસબુક લાઇવ અને એસઆર દારાપુરી પર ફેસબુક પોસ્ટ લખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.