Political/ પુડ્ડુચેરીનાં ઉપ રાજ્યપાલ પદ પરથી કિરણ બેદીને હટાવવામાં આવ્યા

કિરણ બેદીને પુડ્ડુચેરીનાં લેફ્ટનન્ટ ગવર્નર પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેલંગાણાનાં રાજ્યપાલ ડો.તમિલિસઈ સૌંદરાજનને કિરણ બેદીની જગ્યાએ પુડ્ડુચેરીનો વધારાનો હવાલો સોંપાયો છે.

India
qaweds 4 પુડ્ડુચેરીનાં ઉપ રાજ્યપાલ પદ પરથી કિરણ બેદીને હટાવવામાં આવ્યા

કિરણ બેદીને પુડ્ડુચેરીનાં લેફ્ટનન્ટ ગવર્નર પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેલંગાણાનાં રાજ્યપાલ ડો.તમિલિસઈ સૌંદરાજનને કિરણ બેદીની જગ્યાએ પુડ્ડુચેરીનો વધારાનો હવાલો સોંપાયો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર નવી નિમણૂક સુધી તેલંગાણાનાં રાજ્યપાલ તામિલિસઈ સૌંદરાજનને હાલનાં સમય માટે પુડ્ડુચેરીનાં નાયબ રાજ્યપાલની જવાબદારી સંભાળવા કહેવામાં આવ્યુ છે. નિવેદનમાં જણાવ્યા અનુસાર, ‘રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યો છે કે, ડો.કિરણ બેદી પુડ્ડુચેરીનાં ડેપ્યુટી ગવર્નરનું પદ છોડશે.

તેમણે તેલંગાણાનાં રાજ્યપાલ ડો.તમિલિસઈ સૌંદરાજનને હાલમાં પુડ્ડુચેરીનાં ડેપ્યુટી ગવર્નર પદની જવાબદારી સંભાળવા કહેવામાં આવ્યુ છે. સૌંદરાજનની જવાબદારી સંભાળવાની તિથિથી તેમની નિમણૂંક પ્રભાવિત માનવામાં આવશે. પુડ્ડુચેરીનાં ડેપ્યુટી ગવર્નર પદ પર નિયમિત નિમણૂંક થાય ત્યાં સુધી તે આ જવાબદારી નિભાવશે. કિરણ બેદીને એવા સમયે પદ પરથી હટાવવામાં આવ્યા છે જ્યારે પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી માટે માત્ર થોડો સમય બાકી છે.

Contempt Case / પત્રકાર રાજદીપ સરદેસાઈની મુશ્કેલીઓ વધી, SC એ નોંધ્યો અવમાનનાં કેસ

Political / સ્મૃતિ ઈરાનીનો રાહુલને પડકાર, જો હિંમત હોય તો ગુજરાતમાં ચૂંટણી લડી અને જીતીને બતાવો

MP / સીધી અકસ્માતમાં 42 લોકોએ ગુમાવ્યો જીવ, PM મોદીએ વળતરની કરી ઘોષણા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ