Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલ્યાણ સિંહના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ

જા ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું કે આવનારી પેઢીઓ ભારતના સાંસ્કૃતિક ઉત્થાનમાં તેમના યોગદાન માટે કલ્યાણ સિંહ જીના હંમેશા આભારી રહેશે.

Top Stories
modi વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલ્યાણ સિંહના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહનું શનિવારે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિત ઘણા મોટા નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ કલ્યાણ સિંહના પુત્ર રાજવીર સાથે ફોન પર વાત કરી અને શોક વ્યક્ત કર્યો. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે હું કલ્યાણ સિંહના મૃત્યુ પર એટલો દુ :ખી છું કે મારી પાસે શબ્દો નથી. કલ્યાણ જી ખૂબ જ કાર્યક્ષમ વહીવટકર્તા અને તળીયાના નેતા હતા. તેમણે ઉત્તર પ્રદેશના વિકાસમાં તેમના યોગદાનની એક અમીટ છાપ છોડી છે. તેમના પુત્ર રાજવીર સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો. ઓમ શાંતિ.

 

 

પોતાના બીજા ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું કે આવનારી પેઢીઓ ભારતના સાંસ્કૃતિક ઉત્થાનમાં તેમના યોગદાન માટે કલ્યાણ સિંહ જીના હંમેશા આભારી રહેશે. તે ભારતીય મૂલ્યોમાં નિશ્ચિતપણે જડાયેલા હતા અને આપણી વર્ષો જૂની પરંપરાઓ પર ગર્વ લેતા હતા. કલ્યાણ સિંહ જીએ સમાજના વંચિત વર્ગના કરોડો લોકોને અવાજ આપ્યો. તેમણે ખેડૂતો, યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ માટે ઘણા પ્રયત્નો કર્યા.