Not Set/ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો ઘટતા સતત ત્રીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

અમદાવાદ: ગુજરાત સહીત દેશમાં છેલ્લા બે દિવસોની સરખામણીએ 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ.150નો ઘટાડો નોંધાયો છે, જેના કારણે બુધવારે સોનાની કિંમત રૂ.32,000થી પણ નીચે ઉતરી ગઈ છે. સોનાનાં ભાવમાં ઘટાડો થવા પાછળ આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની કિંમતો ઘટવાના કારણે ઘરેલુ માંગમાં ઘટાડો થયો હોવાથી સોનાની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું મનાય રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય […]

Top Stories Trending Business
Gold and silver prices declined for the third consecutive day falling in international markets

અમદાવાદ: ગુજરાત સહીત દેશમાં છેલ્લા બે દિવસોની સરખામણીએ 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ.150નો ઘટાડો નોંધાયો છે, જેના કારણે બુધવારે સોનાની કિંમત રૂ.32,000થી પણ નીચે ઉતરી ગઈ છે. સોનાનાં ભાવમાં ઘટાડો થવા પાછળ આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની કિંમતો ઘટવાના કારણે ઘરેલુ માંગમાં ઘટાડો થયો હોવાથી સોનાની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું મનાય રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસોમાં 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ.150નો ઘટાડો નોંધાયો છે. જેના કારણે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામના રૂ.32000ની નીચે ઉતરી ગયા છે.

બુધવારે દિલ્હીમાં સોનાનો ભાવ ઘટીને દસ ગ્રામનો રૂ.31950 થયો હતો, જયારે ચાંદી કિલોના ભાવ ઘટીને રૂ.37900થી રૂ.37800 ની આસપાસ થયો હતો.

સોનાના વ્યવસાયકારોના મતે સોનાની માંગમાં ઘરેલુ સ્તરે વ્યાપક પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. વળી, અમેરિકન ડોલર ઘટતા અને રૂપિયો તેની સરખામણીએ થોડો મજબૂત થતા પણ સોનુ સસ્તું થયું હોવાનું માનવામાં આવી રહ્યું આવ્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહીત ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન શરૂ થઈ રહી છે, ત્યારે સોનાનાં ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાય રહ્યો છે. જેના કારણે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામના રૂ. ૩૨૦૦૦થી નીચે આવી ગયો છે.

લગ્નસરાની સિઝનમાં સોનાનો ભાવ ઘટતાં લગ્ન પ્રસંગ વાળા લોકોને સોનું ખરીદવા માટે રાહત અનુભવાશે તેવું માનવામાં આવી રહ્યું છે.