Not Set/ હિંમતનગરમાં 9 વર્ષની બાળકીનો આપઘાત, રૂમાલ વડે ગળે ફાંસો ખાધો

પાંચબત્તી વિસ્તારમાં રહેતી બાળકીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું છે.  બાળકીએ ઘરની જાળી પાસે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો છે.

Top Stories Gujarat Others
આપઘાત
  • 9 વર્ષની બાળકીનો આપઘાત
  • ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું
  • અગમ્ય કારણોસર બાળકીનો આપઘાત
  • પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
  • હિંમતનગરના પાંચબત્તી વિસ્તારની ઘટના

રાજ્યમાં સતત આપઘાતની ઘટના વધી રહી છે. લોકો નજીવી બાબતમાં આપઘાત જેવુ ભંયકર પગલું ભરી લેતા જોવા મળે છે અને છેલ્લા કેટલાય સમયથી તો બાળકોમાં આપઘાતનું પ્રમાણ વધુ હોય તેવું લાગી રહ્યું છે. રમવા કુદવાની ઉંમરમાં બાળકો આપઘાત જેવા પગલાં ભરવા લાગ્યા છે. ત્યારે આવામાં વધુ એક બાળકીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં 9 વર્ષની બાળકીએ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચ્યો છે.

આ પણ વાંચો :દેવગઢ બારીયાના સાગટાળામાં રીંછના હિંસક હુમલામાં મહિલાનું મોત

આ મામલે મળતી માહિતી અનુસાર, શહેરના પાંચબત્તી વિસ્તારમાં રહેતી બાળકીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું છે.  બાળકીએ ઘરની જાળી પાસે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો છે. બનાવને લઈ પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આત્મહત્યા કે હત્યાને લઈને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ઊંઝામાં નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ભેળસેળ જોઈ અધિકારીઓ ચોંક્યા

પ્રાથમિક માહિતિ અનુસાર બાળકીએ ઘરની જાળી સાથે રૂમલા વડે ગળે ફાંસો ખાધો હોવાની વાત સામે આવી રહી છે. ઘટનાને લઈને પોલીસ તપાસ શરૂ થઈ ચૂકી છે. આ ઘટના આપઘાત છે કે હત્યા તેને લઈને પોલીસ વિગતે તપાસ કરી રહી છે.

બીજી બાજુ સુરતના અમરોલી વિસ્તારમાં ધોરણ 11 સાયન્સના પૂર્વ વિદ્યાર્થીએ ઘરમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જો કે, આ આત્મહત્યા  પાછળનું કારણ અકબંધ છે. વિદ્યાર્થીના આત્મહત્યાના પગલે પરિવાર શોકમાં છે. વિદ્યાર્થીએ અભ્યાસની અને કોલેજમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. લોકડાઉનમાં વિદ્યાર્થીનો અભ્યાસ છૂટી ગયો હતો. પરિવાર સાઢુભાઇના ત્યાં જમવા માટે ગયો હતો જે દરમિયાન વિવેક કાકડીયા નામના પૂર્વ વિદ્યાર્થીએ મોતને વ્હાલું કર્યું હતું. મૃતક વિદ્યાર્થી હીરા ઘસવાનું કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. આ મામલે અમરોલી પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  ભામૈયા ચોકડી પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બે લોકોના મોત

આ પણ વાંચો :પાટડીના ખારાઘોડામાં આવેલા સેતુ ચેરીટેબલ ટ્રસ્ટના અથાગ પ્રયાસોથી મળેલા સારા પરિણામ