Banaskantha/ પુત્રે કરી જન્મદાતાની જ હત્યા, તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ઉતારી દીધા મોતને ઘાટ

ફતેપુરા ગામે રહેતા સેધાભાઈ ભીખાભાઈ પ્રજાપતિ સોમવારે રાત્રે તેમના ખેતરમાં મોટા પુત્ર ભગવાનભાઇના ઢાળીયામાં સુઈ રહ્યા હતા. તે દરમ્યાન રાત્રિના સમયે તેમની હત્યા થઈ ગઈ હતી.

Top Stories Gujarat Others

બનાસકાંઠાના પાલનપુરના ફતેપુરા ગામે થયેલા આધેડની હત્યામાં ખુદ ફરિયાદી પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પશુપાલનના વ્યવસાયમાં પુત્રને દેવું થઈ જતા દેવું પૂરું કરવા જમીન વેચવા મામલે પિતા અને પુત્ર વચ્ચે તકરાર ચાલી રહી હતી. અને તકરાર દરમિયાન ત્રણ દિવસ અગાઉ પુત્રએ પિતાને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારા પુત્રની અટકાયત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

  • પાલનપુરના ફતેપુરામાં હત્યાનો ભેદ ઉકેલાયો
  • ફરિયાદી પુત્રએ પિતાની કરી હતી હત્યા
  • જમીન વેચવા મામલે પિતા હત્યા
  • પોલીસે હત્યારા પુત્રની કરી અટકાયત

બનાસકાંઠાના પાલનપુરના ફતેપુરા ગામે થયેલા આધેડની હત્યામાં ખુદ ફરિયાદી પુત્રએજ પિતાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પશુપાલનના વ્યવસાયમાં પુત્રને દેવું થઈ જતા દેવું પૂરું કરવા જમીન વેચવા મામલે પિતા અને પુત્ર વચ્ચે તકરાર ચાલી રહી હતી અને તકરાર દરમિયાન ત્રણ દિવસ અગાઉ પુત્રએ જ પિતાને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું સામે આવતા પોલીસે હત્યારા પુત્રની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠાના ફતેપુરા ગામે ત્રણ દિવસ અગાઉ આધેડની હત્યાની ઘટના સામે આવી હતી.સમગ્ર ઘટના એવી હતી કે ફતેપુરા ગામે રહેતા સેધાભાઈ ભીખાભાઈ પ્રજાપતિ સોમવારે રાત્રે તેમના ખેતરમાં મોટા પુત્ર ભગવાનભાઇના ઢાળીયામાં સુઈ રહ્યા હતા. તે દરમ્યાન રાત્રિના સમયે તેમની હત્યા થઈ ગઈ હતી. જોકે વહેલી સવારે તેમના મોટા પુત્રની પત્ની મીનાબેન અને પુત્ર નિકુલ પશુ દોહવા ખેતરમાં પહોંચ્યા અને ગાયો દોયા બાદ સેધાભાઈ ને જગાડવા જતા સેધાભાઇ લોહીલુહાણ હાલતમાં નજરે પડ્યા અને સમગ્ર ઘટના સામે આવી હતી.

જોકે આ સમગ્ર ઘટનાને લઇ તેમના નાના પુત્ર દિનેશએ પાલનપુર તાલુકા પોલીસ મથકે પિતાની હત્યા મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સઓ સામે ગુનો નોંધી પાલનપુર તાલુકા પોલીસ સહિત એલસીબીનો કાફલાએ ડોગ સ્કવર્ડને સાથે રાખી તપાસ હાથ ધરી તો ફરિયાદી દિકરો જ ખુદ હત્યારો નીકળ્યો હતો.

જો કે પોલીસે હત્યારા દીકરાની પૂછપરછ કરી તો હત્યારો નાનો દીકરો દિનેશ પ્રજાપતિ બે વર્ષ અગાઉ નવસારી ખાતે હીરાના વ્યવસાય સાથે સંકળાઈ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. જો કે કોરોનાને કારણે હીરા ઉદ્યોગ છોડી પરિવાર સાથે વતન ફતેપુર આવ્યો. અને સગાસંબંધી તેમજ મિત્રો પાસેથી ઉછીના નાણાં લઈ જમીન ઉધ્ધડ રાખી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો અને સાથે સાથે રૂ.૮ લાખના ખર્ચે મકાન પણ બનાવ્યું જેને કારણે દિનેશને દેવું થઇ ગયું. જોકે દિનેશ પોતાના ભાગે આવતી જમીન વેચી દેવું ભરપાઈ કરવા માગતો હતો.

પરંતુ આ જમીન પિતા સેંધાભાઇને નામે હોઈ વેચી શકાય તેમ નહોતી. જેથી જો પિતાનું મોત થાય તો વારસાઈ હક્કે જમીન પોતાના નામે થઈ જાય અને પછી જમીન વેચી દેવું ચૂકતે કરી શકે તેવું વિચારી તેને હત્યાનો પ્લાન બનાવ્યો અને પિતા રાત્રે ઢાળીયામાં સૂતા હતા તે સમયે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી પિતાની નિર્મમ હત્યા કરી દીધી હોવાનો ઘટસ્ફોટ થતાં જ પોલીસે અત્યારે તો હત્યારા દિકરા દિનેશને પિતાની હત્યા કરવા મામલે જેલના સળીયા પાછળ ધકેલી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Ukraine Crisis / યુક્રેન સંકટ વચ્ચે રશિયા સાથે મિત્રતાનો ભવિષ્યમાં શું ફાયદો થશે ?

Russia-Ukraine war / ક્યા સંજોગોમાં યુક્રેન-રશિયા યુધ્ધ સમાપ્ત થઇ શકે છે ..!!

Ukraine Crisis / બંકર શું છે? કેવી રીતે સુરક્ષિત રાખે છે? શું ઝેલેન્સકી સુરક્ષિત બંકરમાં છે ?

સાવધાન! / હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ બાંધીને જજો… !! નહીં તો ભરવો પડશે ભારે દંડ

Gujarat /  ખાનગી શાળામાં ખોબાભરીને ફી ચૂકવતા પહેલા ચેતજો !! રાજ્યની ખાનગી સ્કૂલોમાં લાયકાત