Politics/ સ્થાનિક ચૂંટણી પહેલા કૉંગેસને ઝટકો,700 NSUI કાર્યકર્તાના પડયા રાજીનામાં

કોંગ્રેસની નબળી રણનીતિને કારણે અમદાવાદના એનએસયુઆઇ ના 700 જેટલા કાર્યકર્તાઓએ આજે રાજીનામા આપ્યા હતા. પાર્ટીએ તેમના ઉપર ધ્યાન ન આપીને એક પણ એનએસયુઆઇ નેતાને ટિકિટ ન આપી હતી. જેથી નિરાશ થયેલા 700 જેટલા કાર્યકર્તાઓએ એક સાથે રાજીનામાં આપી દેતા કૉંગેસ પાર્ટીને ચૂંટણી પહેલા જ ખુબજ મોટો ફટકો પડયો છે. જમાલપુરના જાણીતા નેતા શાહ નવાઝ શેખને […]

Ahmedabad Gujarat
new project 6 1612592944 સ્થાનિક ચૂંટણી પહેલા કૉંગેસને ઝટકો,700 NSUI કાર્યકર્તાના પડયા રાજીનામાં

કોંગ્રેસની નબળી રણનીતિને કારણે અમદાવાદના એનએસયુઆઇ ના 700 જેટલા કાર્યકર્તાઓએ આજે રાજીનામા આપ્યા હતા. પાર્ટીએ તેમના ઉપર ધ્યાન ન આપીને એક પણ એનએસયુઆઇ નેતાને ટિકિટ ન આપી હતી. જેથી નિરાશ થયેલા 700 જેટલા કાર્યકર્તાઓએ એક સાથે રાજીનામાં આપી દેતા કૉંગેસ પાર્ટીને ચૂંટણી પહેલા જ ખુબજ મોટો ફટકો પડયો છે.

જમાલપુરના જાણીતા નેતા શાહ નવાઝ શેખને ટિકિટ ન મળતા એનએસયુઆઇ ના મોટા ભાગના નેતાઓ રિસાઈ ગયા હતા. કૉંગેસ ભવનની બહાર બેસીને કાર્યકર્તાઓએ પોતાનો રોષ વ્યકત કર્યો હતો. NSUI નેતા ફરહાન ખાને જણાવ્યું હતું કે, અમદાવાદની મોટાભાગની કોલેજોમાં NSUI નો સારો દબદબો છે. તેમની કામગીરી પણ વિદ્યાર્થીઓને અને કોલેજના સંચાલકોને દેખાય છે.પરંતુ, કૉંગેસ પાર્ટીને NSUI ની કામગીરી કેમ નથી દેખાતી તે અમને સમજની બહાર છે. અમારી માંગ એક જ છે કે અમદાવાદમાંથી NSUI ના નેતાને આગળ આવવાની તક આપવામાં આવે, કોઈ એક નેતાને ટિકિટ આપવામાં આવે. જેથી NSUI ના કાર્યકર્તાઓને સંતોષ થશે કે તેઓ કૉંગેસ પાર્ટી માટે જે મહેનત કરી રહ્યા છે તે બેકાર નથી.

NSUI માંથી હર્ષ યાદવ, નારાયણ ભરવાડ , સંજય સોલંકી , ઓજેફ તીરમીજી , સફ્ફાન રાધનપુરી , પઠાણ અરબાઝ ખાન , તોશિત મકવાણા, ઓરલીન ક્રિશ્ચિયન સહિતના નેતાઓએ ટિવટર ઉપર ટવીટ કરીને પોતાના રાજીનામાની જાણ કરી હતી. એટલુંજ નહીં યુવા કાર્યકરોએ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા વિરુદ્ધ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા હતા.

સવારે શાહ નવાઝ શેખની ટિકિટ કપાયા બાદ જમાલપુરમાં તેની ભારે ચર્ચા ચાલી હતી અને ઘણા લોકોએ પોતાની નારાજગી પણ દેખાડી હતી. જોકે દિલ્લી સુધી પોતાની ઓળખાણ ધરાવતા શાહ નવાઝ ની ટિકિટ મુદ્દે હાઈ કમાન્ડે તાત્કાલિક વચ્ચેનો રસ્તો કાઢીને વિવાદને આગળ વધતો અટકાવાની કોશિશ કરી હતી. શાહ નવાઝને જમાલપુરના બદલે ખાડિયાથી ચૂંટણી લડી લેવા માટે હાઈ કમાન્ડે મનાવાની કોશિશ કરતા આખરે શાહ નવાઝે હાઇકમાન્ડની વાતને સ્વીકારી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે શાહ નવાઝને જમાલપુરના બદલે ખાડિયા થી ટિકિટ તો મળી ગઈ છે અને નિરાશ થયેલા શાહ નવાઝ ભાઈ માની પણ ખરા ગયા છે. પરંતુ, NSUI ના કાર્યકર્તાઓએ પોતાની નારાજગી યથાવત રાખીને પોતાના રાજીનામાં પરત લીધા નથી. જેના કારણે કૉંગેસની મુશ્કેલીઓમાં વધારો થઇ ગયો છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…