Not Set/ રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે 15 મિનિટમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો

રાજકોટ ના અનેક વિસ્તારો  જેવા કે 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, મવડી, મોટા મવા, નાના મવા, ઢેબર રોડ, રેસકોર્સ, પારેવડી ચોક, ગ્રીનલેન્ડ ચોકડી

Gujarat Rajkot
Untitled 81 રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે 15 મિનિટમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો

સમગ્ર રાજય માં આજ થી વરસાદી માહોલ જોવા  મળી રહ્યો છે  . ત્યારે અમુક  શહેરોમાં  મુશળધાર વરસાદ તો અમુક શહેરોમાં  ઝાપટા પડતા જોવા  મળ્યા હતા. ત્યારે આજે સવારથી જ રાજકોટ માં  ઝરમર વરસાદ  વરસતો હતો  ત્યાર બાદ તડકો . મિશ્ર વાતાવરણના કારણે અસહ્ય બફારાનું પ્રમાણ વધ્યું હતું. બાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની ઇનિંગ શરુ થઈ હતી. જેમાં રાજકોટ માં   15 મિનિટમાં એક ઇંચ જેટલો વરસાદ પડયો  હોવાનું જાણવા મળ્યું હતું ..સમગ્ર શહેરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા ઘણા વિસ્તારમાં વીજળી ગુલ  થઇ ગઈ હતી . તેમજ લોકો એ ગરમીમાંથી રાહત મેળવી હતી .ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તેમજ રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારે લીધેલા આ ઐતિહાસિક નિર્ણયને સુપ્રીમ કોર્ટે પણ બિરદાવ્યો..

રાજકોટ ના અનેક વિસ્તારો  જેવા કે 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, મવડી, મોટા મવા, નાના મવા, ઢેબર રોડ, રેસકોર્સ, પારેવડી ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, આજીડેમ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતા વિઝિબિલિટી ઘટી હતી. આથી વાહનચાલકોએ ફરજીયાત વાહનની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.થી નીચાણવાળા અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરનું સુએજનું પાણી આજી-2 ડેમમાં પહોંચે છે.

આ પણ વાંચો :રાજકોટ-મુંબઈની સવારની ફ્લાઈટ 15 સપ્ટેમ્બરથી બંધ કરાશે