કૃષિ આંદોલન/ જ્હાનવી કપૂર બાદ બોબી દેઓલની ફિલ્મ પર પણ થઈ અસર, શૂટિંગ કરાયું બંધ

ફિલ્મના ક્રૂ મેમ્બર્સ ફિલ્મના શૂટિંગ માટે પોતાનાં ઇક્યૂપમેંટ્સ લગાવી રહ્યા હતા, ત્યારે ખેડુતો ત્યાં આવીને તેમને ત્યાંથી નીકળવાનું કહ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડુતોએ કહ્યું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર તેમની માંગણીઓ માટે સંમત નહીં થાય…

Entertainment
a 64 જ્હાનવી કપૂર બાદ બોબી દેઓલની ફિલ્મ પર પણ થઈ અસર, શૂટિંગ કરાયું બંધ

જ્હાનવી કપૂરની ફિલ્મ બાદ હવે ખેડૂત આંદોલનની અસર બોબી દેઓલની ફિલ્મ પર પણ જોવા મળી છે. પંજાબના પટિયાલામાં, બોબી તેની આગામી ફિલ્મ લવ હોસ્ટેલનું શૂટિંગ કરી રહ્યો હતો, જે ખેડૂત આંદોલનને કારણે અટકી ગઈ છે.

મળતી માહિતી મુજબ, જ્યારે ફિલ્મના ક્રૂ મેમ્બર્સ ફિલ્મના શૂટિંગ માટે પોતાનાં ઇક્યૂપમેંટ્સ લગાવી રહ્યા હતા, ત્યારે ખેડુતો ત્યાં આવીને તેમને ત્યાંથી નીકળવાનું કહ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડુતોએ કહ્યું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર તેમની માંગણીઓ માટે સંમત નહીં થાય ત્યાં સુધી તેઓ પંજાબમાં કોઈ પણ બોલીવુડ ફિલ્મનું શૂટિંગ કરવા દેશે નહીં. ખેડુતોએ નારાજગી પણ વ્યક્ત કરી છે કે ભાજપના સાંસદ સની દેઓલ કે ધર્મેન્દ્રએ પંજાબના હોવા છતાં પણ ખેડુતોને તેમનું સમર્થન આપ્યું નથી.

આ પણ વાંચો : જાણો, કેમ પોલીસે કરી સની લિયોનીની પૂછપરછ

‘લવ હોસ્ટેલ’માં બોબી દેઓલ ઉપરાંત સનાયા મલ્હોત્રા અને વિક્રાંત મેસી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન શંકર રમણ કરી રહ્યા છે. જ્યારે આ ફિલ્મનું નિર્માણ શાહરૂખ ખાનની કંપની કરી રહી છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો : શહનાઝ ગિલે કાશ્મીરી ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, Look જોઈ ચાહકો થયા દીવાના

બોબી પહેલા જ્હાનવી કપૂરની નવી ફિલ્મ ગુડ લક જેરીનો સેટ પંજાબના ફતેહગઢ સાહિબના બસ્સી પઠાનામાં લાગેલો છે. અહીં ફિલ્મની ટીમ પહોંચી ગઈ હતી કે ત્યારે જ ખેડૂત સંગઠનના લોકોએ શૂટિંગ અટકાવી દીધુ. ખેડૂતો આ વાત પર અડી ગયા કે પહેલા જ્હાનવી ખેડૂત આંદોલન માટે પોતાનુ મંતવ્ય આપે. ત્યારબાદ જ્હાનવીએ સોશિયલ મીડિયા પર ખેડૂત આંદોલનના સમર્થનમાં લખ્યુ ત્યારબાદ શૂટિંગ શરૂ થયુ.

Instagram will load in the frontend.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ