Plea Against Jayeshbhai Jordaar/ રણવીર સિંહની ‘જયેશભાઈ જોરદાર’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ, મામલો કોર્ટમાં પહોંચ્યો

રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. પરંતુ હવે આ ટ્રેલર વિવાદોમાં આવી ગયું છે.

Trending Entertainment
Jayeshbhai

રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. પરંતુ હવે આ ટ્રેલર વિવાદોમાં આવી ગયું છે. કારણ છે ટ્રેલરમાં એક સીન, જેમાં ડિલિવરી પહેલા અલ્ટ્રાસાઉન્ડ ટેક્નોલોજી દ્વારા બાળકનું લિંગ જાણી શકાય છે.

બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં આ સીન વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. કાર્યકારી ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ નવીન ચાવલાની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચ સમક્ષ પીઆઈએલ રજૂ કરવામાં આવી હતી. જોકે આ ફિલ્મ સેવ ગર્લ ચાઈલ્ડના સૂત્રને પ્રમોટ કરવા માટે છે અને તે સ્ત્રી ભ્રૂણહત્યા વિરુદ્ધ છે. અરજદારના કહેવા પ્રમાણે, ફિલ્મના ટ્રેલરમાં અલ્ટ્રાસાઉન્ડ ટેક્નોલોજીના ખોટા ઉપયોગની જાહેરાત કરવામાં આવી છે.

NGO ‘યુથ અગેઈન્સ્ટ ક્રાઈમ’એ કહ્યું કે, આ ફિલ્મી સીન સેક્સ સિલેક્શન માટે અલ્ટ્રાસાઉન્ડ ટેક્નોલોજીના ઉપયોગની ખુલ્લેઆમ જાહેરાત કરે છે. કલમ 3, 3A, 3B, 4, 6 અને 22 અને PC અને PNDT એક્ટ હેઠળ તેને મંજૂરી નથી. તેથી, આ બાબતે તરત જ જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી.

મનીષ શર્મા દ્વારા નિર્મિત, ‘જયેશભાઈ જોરદાર’માં ‘અર્જુન રેડ્ડી’ ફેમ શાલિની પાંડે પણ છે, જે રણવીરની સામે બોલીવુડમાં પદાર્પણ કરી રહી છે. આ ફિલ્મ દિવ્યાંગ ઠક્કરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 13મી મેના રોજ રીલિઝ થઈ રહી છે.

આ પણ વાંચો: / અભ્યાસ માટે પાકિસ્તાન ન જાવ… ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ માટે નવી માર્ગદર્શિકા