Not Set/ રાજકોટમાં ઝૂ ખાતે સિંહણ ઋત્વી સર્પદંશના કારણે થઈ બેભાન,તાત્કાલિક સારવાર બાદ તબિયતમાં સુધારો

રાજકોટ ઝૂ ખાતે  એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં સિંહણ ઋત્વી જ્યારે સૂતી હતી ત્યારે સાપ કરડી ગયો હતો. જેના કારણે તે બેભાન થઈ જવા પામી હતી. જેની સમયસર સારવાર કર્યા બાદ

Top Stories Surat
rutvi lioness1 રાજકોટમાં ઝૂ ખાતે સિંહણ ઋત્વી સર્પદંશના કારણે થઈ બેભાન,તાત્કાલિક સારવાર બાદ તબિયતમાં સુધારો

રાજકોટ ઝૂ ખાતે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં સિંહણ ઋત્વી જ્યારે સૂતી હતી ત્યારે સાપ કરડી ગયો હતો. જેના કારણે તે બેભાન થઈ જવા પામી હતી. જેની સમયસર સારવાર કર્યા બાદ હાલ તે સ્વસ્થ હાલતમાં છે. હાલ સિંહણની તબીયતમાં ખુબ સારો સુધારો જોવા મળેલ છે અને હજુ પણ આ સિંહણને સતત અવલોકન હેઠળ રાખવામાં આવેલ છે.

rutvi lioness2 રાજકોટમાં ઝૂ ખાતે સિંહણ ઋત્વી સર્પદંશના કારણે થઈ બેભાન,તાત્કાલિક સારવાર બાદ તબિયતમાં સુધારો

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ ઝૂ ખાતે તા.૧૦/૦૫/૨૦૨૧ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે સિંહ વિભાગના એનિમલ કિ૫ર પોતાના નિયત સમયે ફરજ ૫ર જઇ દૈનિક ક્રિયા મુજબ તમામ પ્રાણીઓને ચેક કરતા સિંહણ રૂત્‍વી ઉંમર ૬.૫ વર્ષ સુતેલી હાલતમાં જોવા મળી હતી. આ સિંહણને ઉભી કરવા છતા ૫ણ ઉભી ન થઇ શકતા એનિમલ કિ૫ર દ્વારા વેટરનરી ડોકટરને તાત્‍કાલિક જાણ કરી બોલાવવામાં આવ્યા હતા.

વેટરનરી ડોકટર દ્વારા સિંહણને તપાસતા સિંહણના પૂછડીના મૂળના ભાગે સોજો મળેલ અને સિંહણ કોમા કન્‍ડીશનમાં સુતેલી અવસ્‍થામાં હોય, પ્રાથમિક રીતે સિંહણને રાત્રી દરમિયાન ઝેરી સર્પદંશ થવાનું જણાઇ આવતા તેમને તાત્‍કાલિક સારવાર હેઠળ રાખવામાં આવી હતી.સારવાર માટે વેટરનરી ઓફીસર ડો. ઉપેન્દ્ર પટેલ, ડો. જાકાસણીયા તથા ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. હિરપરાની ટીમ દ્વારા સતત રાઉન્‍ડ કલોક સઘન સારવાર ચાલુ રાખવામાં આવી હતી.

એન્ટી સ્નેક વેનમ અને લાઇફ સેવીંગ ટ્રીટમેન્ટ શરૂ રખાતા ૬ કલાકની સારવાર બાદ સિંહ માદાની તબીયતમાં આંશીક સુધારો જણાયો હતો તેમજ સતત અને સઘન સારવારના અંતે મોડી રાત્રી દરમિયાન સિંહણની તબીયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો અને આજ તા.૧૧/૦૫/૨૦૨૧ના વહેલી સવાર સિંહણ સારવારનાં પાંજરામાં નોર્મલ અવસ્થામાં હરતી-ફરતી થઇ ગયેલ છે.

kalmukho str 8 રાજકોટમાં ઝૂ ખાતે સિંહણ ઋત્વી સર્પદંશના કારણે થઈ બેભાન,તાત્કાલિક સારવાર બાદ તબિયતમાં સુધારો

·