કોરોના રસીકરણ/ રાજ્યમાં રસીકરણમાં બનાસકાંઠા મોખરે, દૈનિક 50 થી 55 હજાર લોકોને અપાઇ રસી

ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ગ્રામ્યવિસ્તારમાં વધી રહ્યું હોવાની વાત વચ્ચે રસીકરણમાં બનાસકાંઠાએ સિદ્ધિ મેળવીને રાજ્યમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

Top Stories Gujarat Others
A 121 રાજ્યમાં રસીકરણમાં બનાસકાંઠા મોખરે, દૈનિક 50 થી 55 હજાર લોકોને અપાઇ રસી

ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ગ્રામ્યવિસ્તારમાં વધી રહ્યું હોવાની વાત વચ્ચે રસીકરણમાં બનાસકાંઠાએ સિદ્ધિ મેળવીને રાજ્યમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બનાસકાંઠાજિલ્લા પ્રભારી સચિવ વિજય નહેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના નેજા હેઠળ વહીવટીતંત્રએ રસીકરણ હેતુ 98 ટકા કામગીરી કરીને રાજ્યમાં રસીકરણક્ષેત્રે બનાસકાંઠાજિલ્લો અગ્રેસર રહ્યો છે.

Banaskantha Vaccine: શિક્ષણ અને આર્થિક રીતે પછાત ગણાતો બનાસકાંઠા જીલ્લો કોરોના  રસીકરણ મામલે દેશમાં અગ્રેસર Banaskantha Vaccine: Banaskantha district,  which is considered as ...

ગુજરાતમાં ગ્રામ્યવિસ્તારમાં કોરોના રોકાવાનું નામ લેતો નથી અને સરકાર પણ ચિંતિત છે ત્યારે બનાસકાંઠાજિલ્લાએ રસીકરણમાં વધુ ને વધુ લોકોએ ભાગ લઇને રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને 98 ટકા સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લામાં 6.17 લાખની વસતી સામે 6.04 લાખ લોકોએ પ્રથમ ડોઝની રસી લઇ બનાસકાંઠાની પ્રજાએ સ્વસ્થ રહોને સાર્થક કર્યું છે. રસીકરણ માટે બનાસકાંઠાજિલ્લા પ્રભારી સચિવ વિજય નહેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે વહીવટીતંત્રને સાથે રાખી ઉમદા કામગીરી કરી છે.

બનાસકાંઠામાં કોરોના રસીકરણ ઝૂંબેશમાં 573391 લોકોને રસી અપાઇ | 573391 people  were vaccinated in Corona vaccination campaign in Banaskantha | Gujarati  News - News in Gujarati - Gujarati Newspaper ...

જિલ્લા વહીવટીતંત્રએ ધર્મગુરૂ-દૂધ સહકારી મંડળી – પંચાયતના સભ્યો અને વ્યાપારી એસોસિએશન સહિતના વ્યાપારી-સેવાકીય અને સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી આ સિદ્ધિ હાંસલ કરી છે. બનાસકાંઠાજિલ્લામાં રસીકરણ અભિયાનમાં દૈનિક 50 થી 55 હજાર લોકોને રસી આપીને કુલ વસતી 6.17 લાખની વસતી સામે 6.04 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે.જે રાજ્યમાં પ્રથમ જિલ્લો હોવાનું તારણ છે. આ રીતે રાજ્યમાં પ્રથમ ડોઝના રસીકરણમાં 98 ટકા સાથે બનાસકાંઠાએ અનોખી સિદ્ધ હાંસલ કરી છે.

kalmukho str 8 રાજ્યમાં રસીકરણમાં બનાસકાંઠા મોખરે, દૈનિક 50 થી 55 હજાર લોકોને અપાઇ રસી