સુરત/ રિટાયર્ડ પોલીસ પુત્રનું કસરત કરતા મોત

સુરતના ડીંડોલી વિસ્તારમાં એક નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રનુ કસરત કરતી વખતે ગાર્ડનમાં મોત થયું હતું.

Gujarat Surat
YouTube Thumbnail 57 રિટાયર્ડ પોલીસ પુત્રનું કસરત કરતા મોત

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરત શહેરમાં વધુ એક યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ડીંડોલી વિસ્તારમા નિવૃત પોલીસ કર્મીના 37 વર્ષીય પુત્રને સવારે ગાર્ડનમાં કસરત કરતો હતો તે દરમિયાન ત્યાં જ ઢળી પડ્યો હતો તેને મૃત ઘોષિત કર્યો હતો

સુરત શહેરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે સુરતના ડીંડોલી વિસ્તારમાં એક નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રનુ કસરત કરતી વખતે ગાર્ડનમાં મોત થયું હતું.સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા 37 વર્ષીય યોગેશ આહિરે પોતાના નિયત સમય પ્રમાણે દરરોજ સવારે SMC ના ગાર્ડનમાં કસરત કરવા જતાં હતાં. તે દરમિયાન આજે કસરત કરતી વખતે અચાનક ઢળી પડ્યા હતા.

તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. યોગેશ હહૈનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું ડોક્ટરે અનુમાન લગાવ્યું હતું.યોગેશ ભાઈ  ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સ ના વ્યવસાય સાથે સંકળાયેલા છે.અને તેમના પિતા નિવૃત પોલીસ કર્મી છે.પુત્રનું મોત થતા પરિવાર અને પોલીસ બેડા માં ગમગીની છવાઈ ગઈ હતી.હાલ યોગેશ ભાઈના મૃતદેહને પી એમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.મોતનું સાચું કારણ પી એમ રિપોર્ટ આવ્યા બાદજ માલુમ પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..

આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…

આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી