Not Set/ ભારત દ્વારા જ સપ્લાય કરાતું પેટ્રોલ, આ રાજ્યના લોકો વિદેશમાં જઈને મેળવી રહ્યા છે 22 રૂપિયા સસ્તું

નવી દિલ્હી, દેશભરમાં છેલ્લા 15 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવને લઇ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે જયારે વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ વર્તમાન સરકાર સામે સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ કેન્દ્ર સરકારનું કહેવું છે કે, અમે સામાન્ય માણસને રાહત અપાવવા માટે રસ્તાઓ શોધી રહ્યા છીએ. પરંતુ તમે […]

Top Stories India
petrol diesel price 1527481382 ભારત દ્વારા જ સપ્લાય કરાતું પેટ્રોલ, આ રાજ્યના લોકો વિદેશમાં જઈને મેળવી રહ્યા છે 22 રૂપિયા સસ્તું

નવી દિલ્હી,

દેશભરમાં છેલ્લા 15 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવને લઇ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે જયારે વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ વર્તમાન સરકાર સામે સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ કેન્દ્ર સરકારનું કહેવું છે કે, અમે સામાન્ય માણસને રાહત અપાવવા માટે રસ્તાઓ શોધી રહ્યા છીએ.

પરંતુ તમે જાણીને હેરાન થશો કે, આપણા દેશના એક રાજ્યના લોકો વિદેશમાં જઈને 22 રૂપિયા સસ્તું પેટ્રોલ ભરાવી રહ્યા છે, અને દેશમાં વધેલા પેટ્રોલ-ડીઝલના આ ભાવથી કોઈ પણ રીતે પરેશાન નથી.

એક તબક્કે આ વાત સંભાળીને તમે કહી શકો છો કે, આ કઈ રીતે શક્ય છે, કારણ કે આ પેટ્રોલ સપ્લાઈ તો થાય છે આપણા દેશમાંથી જ. પરંતુ આ એક સત્ય હકીકત છે.

દેશની રાજધાનીથી ૧૮૯૭ કિલોમીટર દૂર અને પૂર્વોત્તરના રાજ્ય અસમના બક્સા જિલ્લાના લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી કોઈ ટેન્શન નથી. બક્સા જિલ્લાના લોકો દિલ્હીની સરખામણીમાં 20 થી 22 રૂપિયા સસ્તું પેટ્રોલ-ડીઝલ મેળવી રહ્યા છે.

હકીકતમાં, બક્સાના સીમાવર્તી વિસ્તારના રહેનારા લોકો ક્યારેય પણ ભૂટાનના સૈમડ્રપ જોન્ગખાર પહોચી જતા હોય છે. નેશનલ હાઈવે ૧૨૭ ઈના સડક માર્ગે સેકડો લોકો ભૂટાન જતા હોય અને તે પણ પેટ્રોલ-ડીઝલ લેવા માટે, કારણ કે 20 થી 22 રૂપિયા સુધી પેટ્રોલ અને ડીઝલ સસ્તું મળી જાય છે.

પરંતુ અહિયાં પેટ્રોલ-ડીઝલના ભાવનું પૂરું ગણિત સમજવું જરૂરી છે.

પૂર્વના રાજ્ય અસમમાં એક લીટર પેટ્રોલની કિંમત 76 રૂપિયા છે જયારે ભૂટાનમાં આ જ કિંમત 52 રૂપિયા છે. પરંતુ એક વાત જાણીને પરેશાન થઇ શકો છો કે, ભૂટાનને પેટ્રોલ ભારત જ સપ્લાઈ કરે છે. ઇન્ડિયન ઓયલ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન જ ભૂટાનને પેટ્રોલ અને ડીઝલ સપ્લાઈ કરે છે.

1 જુલાઈ, ૨૦૧૭માં ભારતમાં જીએસટી લાગુ થયા બાદ ભૂટાન માટે કરવામાં આવેલી નિકાસ જીરો રેટેડ થઇ ગઈ છે. જયારે ભૂટાનને જે એકસાઈઝ ડ્યુટી લેવામાં આવે છે તે પણ પાછી આપવામાં આવતી હોય છે.

આ કારણે ભૂટાનમાં પેટ્રોલની કિંમતમાં 17 ટકા અને ડીઝલમાં 14 ટકાનો ઘટાડો થઇ ગઈ છે. જેથી કેટલાક લોકો ભૂટાન જઈને પેટ્રોલ ભરાવે છે જે બક્સા જિલ્લાના સીમાવર્તી વિસ્તારોમાં પેટ્રોલ પંપ નથી, જયારે કેટલાક લોકો કાળાબજારી કરવા માટે પણ કરતા હોય છે.