Not Set/ ડિંડોલી બળાત્કારની પીડિતની હાલત દયનીય, માસૂમ બાળાની સ્થિતિ જાણી હચમચી જશો

રાજ્યમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓ બાદ આજે પણ આ કૃત્યો થતા રહે છે અને બાળકીઓ પીખાતી રહે છે, પરંતુ નરાધમોને સખ્ત સજા મળે એ પ્રકારના હજી સુધી કોઈ પણ કાયદા અમલમાં આવ્યા નથી.

Gujarat Others
a 103 ડિંડોલી બળાત્કારની પીડિતની હાલત દયનીય, માસૂમ બાળાની સ્થિતિ જાણી હચમચી જશો

રાજ્યમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓ બાદ આજે પણ આ કૃત્યો થતા રહે છે અને બાળકીઓ પીખાતી રહે છે, પરંતુ નરાધમોને સખ્ત સજા મળે એ પ્રકારના હજી સુધી કોઈ પણ કાયદા અમલમાં આવ્યા નથી.

આવી જ રીતે ડીંડોલીમાં બળાત્કારનો ભોગ બનેલી બે વર્ષમાં 6 ઓપરેશન છતાં આજે પણ હોસ્પિટલમાં પીડા ભોગવતા ભોગવતા સારવાર લઈ રહેલી 4 વર્ષની માસૂમ બાળાની સચ્ચાઈ જાણીને તમે હચમચી જશો. આ ઘટનાને જોઈએ તો, આ માસૂમ બાળા પર વર્ષ 2018માં સુરતના ડિંડોલી વિસ્તારમાં બળાત્કાર થયો હતો. હોસ્પિટલના બિછાને બે વર્ષથી પડેલી માસૂમ બાળાને તેની સાથે શું થયું હતું તેની ખબર નથી અને તે આજે જીવતી લાશ બની ગઈ છે.

1 ઓક્ટોબર 2018ના રોજ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી ચાર વર્ષની માસૂમને પાડોશમાં રહેતો 25 વર્ષીય રોશન ભૂમિહાર નામનો હવસખોર શખ્સ ચોકલેટ અપાવવાના બહાને લઈ ગયો હતો. એકાંતનો લાભ લઈને આ નરાધમે જે કૃત્ય આચર્યું હતું તે જોઈને બાળકીનો ઈલાજ કરનારા ડૉક્ટર્સ પણ ચોંકી ગયા. રોજે રોજ દર્દ ભોગવી રહેલી પુત્રીને જોઈને માતાના આંસુ સૂકાતા નથી.

બાળકીની માતાનું કહેવું છે કે, ”પોલીસે આરોપીને પકડીને જેલમાં બંધ કરી દીધો છે, પરંતુ તે જેલમાં આરામથી ખાઈ-પીને રહે છે. મારી દિકરી તે દિવસ પછી એક વખત પણ મા નથી બોલી શકી.”