Not Set/ જાણો, સુરતના કયા વિસ્તારમાં એક જ પરિવારના 5 સભ્યોને થયો કોરોના

શહેરમાં નવા સાત અને જીલ્લામાં એક મળી કુલ 7 કેસ નોધાયા છે. જેમાં એક જ પરિવારમાં 5 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. જે બાદ તંત્ર એક્શનમાં આવી…

Top Stories Gujarat Surat
કોરોના

ગુજરાતમાં ફરી એકવાર કોરોના લોકોને ડરાવી રહ્યો છે. દિવાળી બાદથી જ રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવામાં સુરતમાં કોરોના કેસ વધારો થયો  છે. જોકે  શહેરમાં નવા સાત અને જીલ્લામાં એક મળી કુલ 7 કેસ નોધાયા છે. જેમાં એક જ પરિવારમાં 5 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. જે બાદ તંત્ર એક્શનમાં આવી ગયું છે.

આ પણ વાંચો : આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પ થકી આત્મનિર્ભર ભારતની નેમ પૂર્ણ કરી શકાશેઃ મુખ્યમંત્રી

આપને જણાવી દઈએ કે, સુરતના રાંદેર અડાજણ વિસ્તારમાં 3 વર્ષના ટ્વીન્સ બાળકો સહિત પાંચ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, પાંચેય લોકોને કોરોનાના લક્ષણો કોઈ પણ નથી, પરંતુ તેમણે વેકસીનના બન્ને ડોઝ લીધા છે. તમને જણાવી દઈએ કે, ગઈ કાલે રાંદેર ઝોનમાં જ સાત પોઝિટિવ કેસ નોંધાયા હતાં. પરંતુ સારી વાત એ છે કે અન્ય સાત ઝોનમાં એક પણ કેસ નોંધાયો નથી.

આનંદ મહલ રોડના પવિત્ર રો-હાઉસમાં રહેતા પરિવારમાં 67 વર્ષના વૃધ્ધ, 35 વર્ષનો પુત્ર, 31 વર્ષની વહુ અને 3 વર્ષના બે ટ્વીન્સ પૌત્ર પોઝિટિવ આવ્યા છે. થોડા દિવસો અગાઉ આ પરિવાર પૂના દીકરીને ત્યાં ગયો હતો. જ્યાંથી પરત ફર્યા બાદ પહેલા વૃધ્ધ અને પછી બાકીનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જો કે બાકીના ચારેય સભ્યને કોઇ જ લક્ષણ નથી. વૃધ્ધ, તેમના પુત્ર અને વહુ ત્રણેય ફુલ્લી વેક્સિનેટેડ છે. આ ઉપરાંત 2 કેસ પાલ સિમંઘર કોમ્પલેક્ષના છે. જેમાં 67 વર્ષના પિતા અને 37 વર્ષનો પુત્ર સંક્રમિત થયા છે. શહેરના 7 અને જિલ્લામાં 1 કેસ સાથે કુલ 8 કેસ પોઝિટિવ નોંધાયા છે.

આ પણ વાંચો :  મારા બનેવીએ મને બળજબરીથી પકડી કાતરથી મારા વાળ કાપી, મો કાળુ કર્યું હતું : સગીરાની ફરિયાદ 

મહત્વનું છે કે, સુરતમાં પવિત્રા રો-હાઉસ  ગેઈટ નં.4માં આવેલા 20 ઘરોમાં રહેતા 90 લોકોને તથા સીમંધર એપાર્ટમેન્ટના 20 ફ્લેટમાં રહેતા 82 લોકોને શનિવારે તંત્ર દ્વારા હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 7,  વડોદરા કોર્પોરેશનમાં 6, નવસારીમાં 4, વલસાડમાં 4, બનાસકાંઠામાં 1, ગીર સોમનાથમાં 1, મહેસાણામાં 1, પંચમહાલમાં 1, તાપીમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 226  કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 220 નાગરિકો સ્ટેબલ છે. 8,16,608 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

આ પણ વાંચો :અલંગ શીપ યાર્ડમાં એન્ટિક વસ્તુઓનું વેચાણ, ખરીદી કરવા લોકો ઉમટ્યા

આ પણ વાંચો :  રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે પાણીના ટેન્કર શરૂ કરાયા

આ પણ વાંચો :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડવાળા મંદિર દૂધરેજ ખાતે દર્શન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી