Covid-19/ વિશ્વમાં કોરોનાનું સંકટ, ભારતમાં રાહત, જાણો છેલ્લા 24 કલાકનાં આંકડા

કોરોનાનાં વૈશ્વિક કેસ વધીને 25.29 કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 50.9 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 7.44 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Top Stories Trending
Coronavirus in India

કોરોનાનાં વૈશ્વિક કેસ વધીને 25.29 કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 50.9 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 7.44 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. રવિવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે 252,929,280, 5,095,509 અને 7,441,479,835 છે. CSSE મુજબ, અમેરિકા વિશ્વમાં સૌથી વધુ કેસ અને મૃત્યુ 47,050,502 અને 762,972 સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. વળી ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે.

આ પણ વાંચો – Covid-19 / યુરોપ આ સમયે કોરોના મહામારીનું બન્યુ કેન્દ્ર, રસી મળી હોવા છતા વધી રહ્યા છે કેસ

કોરોના વાયરસે ભારતમાં મોટા પ્રમાણમાં કહેર વરસાવ્યો હતો, જેના કારણે હોસ્પિટલો પણ મૃત્યુની ફેક્ટરીઓમાં ફેરવાઇ ગઇ હતી. જો કે કોરોનાની ગતિ હવે ધીમી પડી રહી છે, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હજુ પણ સાવચેતી રાખવાની સૂચનાઓ આપી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 11,271 નવા કેસ નોંધાયા છે અને 285 લોકોનાં મોત થયા છે, જેમાં ગઈકાલે કેરળમાં કોરોના વાયરસનાં 6,468 કેસ અને 23 લોકોનાં મોતનો સમાવેશ થાય છે. તો છેલ્લા 24 કલાકમાં 11,376 લોકો હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. હાલમાં, દેશમાં 1,35,918 સક્રિય કેસ છે, જે 17 મહિનામાં સૌથી ઓછા છે. હાલમાં દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 3,44,37,307 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 4,63,530 પર પહોંચી ગયો છે. બીજી તરફ, દેશમાં 57,43,840 લોકોને રસી આપવામાં આવી છે, જે પછી રસીકરણની સંખ્યા 1,12,01,03,225 પર પહોંચી ગઈ છે. તેથી અહી રિકવરી દર 98.26% છે. આપને જણાવી દઇએ કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 11,271 કોરોનાનાં કેસ નોંધાયા છે, ત્યારે બીજી તરફ માત્ર કેરળ રાજ્યમાં જ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 6,468 નવા કેસ નોંધાયા છે. વળી 23 લોકો આ વાયરસનાં કારણે મોતને ભેટી ચુક્યા છે. દેશમાં સૌથી ખરાબ સ્થિતિમાં કેરળ રાજ્ય હાલમાં મોખરે છે.

આ પણ વાંચો – Covid-19 / રાજ્યમાં વધતા કોરોનાનાં કેસ વચ્ચે એલર્ટ મોડમાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ

દેશમાં કોરોનાનાં કેસમાં ઘટાડો થયો છે, તે ચોક્કસપણે રાહતની વાત છે પરંતુ હજુ પણ દેશમાંથી કોવિડનો અંત આવ્યો નથી, તેથી દરેક વ્યક્તિ માટે કોરોના પ્રોટોકોલનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે થોડી બેદરકારી પણ બની શકે છે એક સમસ્યા. આપને જણાવી દઈએ કે, હાલમાં દિલ્હી સહિત દેશનાં તમામ રાજ્યોમાં પ્રદૂષણે આતંક ફેલાવ્યો છે. વધતું પ્રદૂષણ અને શિયાળાની ઋતુ કોરોનાનાં કેસમાં વધારો કરી શકે છે, તેથી દરેકે હજુ પણ સતર્ક રહેવાની જરૂર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નાં ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન પણ અગાઉ કહી ચૂક્યા છે કે પરિસ્થિતિ થોડી સ્થિર થઈ છે, પરંતુ હજુ પણ દરેકને ઘણું ધ્યાન આપવાની જરૂર છે.